Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

હિંમતવાળા ડેલાવાળા કોરોના સામેનો જંગ જીતતા ગુણુભાઈઃ કાલે જન્મદિન

રાજકોટઃ સેવા પ્રવૃત્તિ થકી આકાશી ઉંચાઈને આંબનારી સરગમ કલબના સુકાની ગુણવંતભાઈ ડેલાવાળાનો આવતીકાલે જન્મદિવસ છે. તા.૧૩-૯-૧૯૫૪ના રોજ જન્મેલા ગુણવંતભાઈ આજે જીવનના ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરશે.

સરગમ કલબના પ્રમુખ પદે રહીને તેમણે સફળતાના અનેક શિખરો સર કર્યા છે. ૩૭ વર્ષમાં સરગમના નેજા હેઠળ જુદી- જુદી ૫૧ જેટલી સેવાકીય પ્રવૃતિ હાથ ધરીને તેમણે રેકોર્ડ સ્થાપ્યો છે. સરગમ પરિવાર ૨૦૦૦૦થી વધુ મેમ્બર ધરાવે છે. ગુણવંતભાઈ ડેલાવાળાએ સેવાના અનેક  ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે અને સરગમ કલબના જુદા- જુદા ૫૧ પ્રકલ્પોના માધ્યમથી સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. કોરોના કાળમાં પણ તેઓએ ઘણી સેવા કરી છે. તેઓ હેમુગઢવી નાટ્યગૃહ, મુકિતધામ, ઈન્ડોર સ્ટેડીયમ, પ્લેનેટોરિયમ, ઈવનિંગ પોસ્ટ, ૬ આરોગ્ય સંકુલના સંચાલન ઉપરાંત જેન્ટસ, લેડીઝ, બાળકો અને સિનિયર સીટીઝનો માટે વિવિધ પ્રવૃતિ કરે છે અને મુખ્ય આકર્ષક ગોપીરાસ, કનૈયાનંદ રાસોત્સવ રહે છે. તેઓ ૫૬ વર્ષથી આર.એસ.એસ.ના સ્વયં સેવક છે અને ૪૬ વર્ષથી જનસંઘ તથા ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તા છે. રૂડાના ચેરમેન, ભાજપની કારોબારીના આમંત્રિત સભ્ય, વિજય કોમર્શીયલ બેન્કના ડાયરેકટર તેમજ ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનના ડાયરેકટર ઉપરાંત કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલય હેઠળના કોર્પોરેશન ડાયરેકટર જેવા હોદ્દાઓ ભોગવી ચૂકયા છે.

સૌરાષ્ટ્ર વૈષ્ણવ સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવતા ગુણવંતભાઈ ડેલાવાળા રૂડાના ચેરમેન રહી ચુકયા છે. તેઓ ૨૦ વર્ષથી વિજય કોમર્શિયલ બેંકમાં ડાયરેકટર તરીકે પણ સેવા આપે છે. રાજકોટ ડીસ્ટ્રીકટ ફુટબોલ એસો.ના પ્રમુખ પણ છે. મેટલ એસોસીએશન ઉપરાંત સમસ્ત ગુજરાત કંસારા સમાજના માજી પ્રમુખ તથા વિવિધ સંસ્થાઓ, સાથે સક્રિય પણે જોડાયેલા ગુણવંતભાઈ ડેલાવાળા તેમના બહોળા મિત્ર વર્તુળ અને સંપર્ક સેતુ માટે જાણીતા છે. તેઓ તમામ પક્ષ સાથે સારા સંબંધ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પણ તેઓને અંગત પરિચય છે. તેમણે ૫૦થી વધુ વિદેશ પ્રવાસ કર્યા છે. તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેઓને મો.૯૮૨૪૦ ૪૦૮૮૯ છે. ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

ગુણવંતભાઈને કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા હતા અને હોમ આઈસોલેશનમાં હતા પણ હવે તેમણે કોરોનાના મ્હાત આપી છે અને પોતાની ઓફીસે કાર્યરત થઈ ગયા છે. રવિવારે તેમનો જન્મદિવસ છે. સવારે જાગનાથ મંદિર ચોક ખાતેની ઓફીસે સવારે ૯:૩૦ થી ૧૨ સુધી મળી શકશે. તેમને મળવા આવનારને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમો પાળવા અનુરોધ કર્યો છે.

(11:33 am IST)