Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

પ્રદેશ ભાજપ અનુ.મોરચાના ઉપાધ્યક્ષ અને વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર રાજુભાઇ અઘેરાનો જન્મદિન

રાજકોટ તા. ૧૧ : મહાનગરપાલિકાના પૂર્વ દંડક અને શહેરના વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર તેમજ પ્રદેશ અનુ.જાતિ મોરચાના ઉપાધ્યક્ષ રાજુભાઇ અઘેરાનો આજે જન્મ દિવસ છે. માતા કંકુબેન અને પિતા સ્વ. વાલજીભાઇના આશિર્વાદથી જાહેર જીવનમાં પ્રગતિના સોપાનો સર કરતા રાજુભાઇ બાળપણથી જ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા છે. નાની વયે સંઘની તિલક પ્લોટની રાત્રી શાખાના શિક્ષકની જવાબદારી સંભાળતા. ભાજપમાં જોડાઇને શહેર ભાજપ મંત્રી તરીકે અને છેલ્લા ત્રણ ટર્મથી પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. હાલ મહાનગરપાલિકાના દંડક તરીકે સેવા આપી રહ્યા છે. સમાજ સેક્ષા ક્ષેત્રે અગ્રેસર રહેતા રાજુભાઇ ગોલ્ડન કલબના પ્રમુખ તરીકે, મેઘવાળ માનવ કલ્યાણ ટ્રસ્ટના ફાઉન્ડર તરીકે, કે. વી. અઘેરા એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન તરીકે અને આર.એમ.સી. કર્મચારી એકતા મંડળના ચેરમેન પણ રહી ચુકયા છે. સફળ જીવનના ૫૩ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૯૨૪૭ ૯૯૯૯૦ છે.

(2:42 pm IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST