Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળના હરેશભાઇ સોલંકીનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૧ : ગુજરાતી સાહિત્યના શીરમોર સાહિત્યકાર ચંદ્રકાન્ત બક્ષીના અનન્ય ચાહક અને તેમની હયાતીમાં જ તેમની લેખિત પરવાનગીથી રચાયેલ ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ રાજકોટના મુખ્ય સંયોજક  હરનેશ સોલંકીનો આજે જન્મ દિવસ છે. નવોદિત સાહિત્યકારોને પ્રોત્સાહન મળે એ માટે તેઓ ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળના માધ્યમથી દર બે વર્ષે વાર્તા સ્પર્ધા, ટોક શો જેવા આયોજનો કરતા આવ્યા છે. શ્રી બક્ષીજીની બીજી પુણ્યતીથીએ ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ એવી શ્રધ્ધાંજલી ડીવીડી બનાવવાનો શ્રેય પણ તેમના ફાળે જાય છે. જેમાં ગુજરાતના ખ્યાતનામ પત્રારો, લેખકોની વીડીયો મુલાકાતો સંચિત કરવામાં આવી છે. આ ડીવીડીનું વિમોચન બક્ષી સાહેબના સુપુત્રી રીવાબેનના હસ્તે કરવામાં આવેલ. આજે જન્મ દિવસે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૯૫૩૭૨ ૫૦૦૭૦ છે.

(11:45 am IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST