Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જાણીતા ઇન્ટીરીયર ડીઝાઇનર હરેશ પરસાણાનો જન્મદિન

રાજકોટ : રળિયામણા રાજકોટથી માંડી સાત સમંદર પાર સુધી સફળતાની સૌરભ મહેકાવનાર જાણીતા ઇન્ટીરીયર ડીઝાઇનર શ્રી હરેશ પરસાણાનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે પ્રભાવી અને સેવાભાવી જીવનમાં વન પ્રવેશ કર્યો છે. તેમને પોતાના ક્ષેત્રમાં સફળતા બદલ ધ ટાઇમ સાઇબર મીડિયા દ્વારા એવોર્ડ ઉપરાંત અનેક સંસ્થાઓ દ્વારા સન્માન મળેલ છે. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, ખોડલધામ, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. અનેક વ્યવસાયિક અને રહેણાંક ઇમારતો તેમજ વિવિધ ક્ષેત્રના સંકુલોમાં તેમનું કૌશલ્ય દીપી ઉઠયું છે. આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે.

મો. ૯૮રપર ૧૭૧૩૧ રાજકોટ

 

(11:44 am IST)
  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST