Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પુષ્કર પટેલની મજબુતી ઠસોઠસ ટકે વરસોવરસ : હેપ્પી બર્થ ડે

રાજકોટ : કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર પુષ્કરભાઇ હરીભાઇ પટેલનો જન્મ તા. ૭ સપ્ટેમ્બર ૧૯૭૫ના દિવસે ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં થયો હતો. તેઓએ આજે યશસ્વી જીવનના ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સૌના સાથ, સૌના વિકાસમાં માનતા પુષ્કરભાઇ બે ટર્મથી કોર્પોરેટર છે. કોર્પોરેશનમાં સમાજ કલ્યાણ સમિતિ અને બાંધકામ સમિતિના ચેરમેન રહ્યા છે. ૧૮ વર્ષથી ભાજપમાં સક્રિય રીતે કાર્યરત છે. પુષ્કરભાઇ પટેલ ઉદ્યોગ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ છે. કલબ યુવી, પટેલ સમાજ સેવા ટ્રસ્ટ તથા સમીર ડઢાણીયા મેમોરીયલ ટ્રસ્ટ સહિતના વિવિધ સંસ્થા સાથે જોડાયેલ છે આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તા, મીત્રો, શુભેચ્છકો દ્વારા તેમના (મો. ૯૮૭૯૩ ૭૭૭૭૭) ઉપર ચોમેરથી શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

(3:11 pm IST)
  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST