Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

પોરબંદરના કેળવણીકાર ડો. એ. આર. ભરડાનો જન્મદિન

પોરબંદર : કેળવણીકાર અને શિક્ષણવિદ્ તેમજ કોળી સમાજના અગ્રણી અને ડો. વિ.આર.ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેકટર ડો. એ.આર. ભરડાનો તા. ૬ રવિવારના રોજ જન્મદિન છે

ન્યુદિલ્હી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણનિતી-૨૦૨૦ ન ઘડતરમાં તેઓનું સદસ્ય તરીકે ફાળો રહ્યો છે. તદ ઉપરાંત તેઓ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના રાજકોટ- જામનગર- પોરબંદરના પૂર્વ પ્રિન્સીપાલ રહી ચૂકયા છે તેઓ આર.જી.ટી. કોલેજના આચાર્ય પદે આઇ.એ.એસ.ઇ.ના નિયામક પદે રહીને ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાઓની શાળા-કોલેજોના શિક્ષકો, આચાર્યો પ્રોફેસરોના તાલીમ મોડ્યુલ તૈયાર કરીને તાલીમ બધ્ધ કયા ર્હતા જામનગરના તાલીમ ભવનના આચાર્ય તરીકે શિક્ષણની ગુગવત્તામાં સુધારણામાં શ્રેષ્ઠ કામગીરી બદલ ભારત સરકારે તેઓને ઓસ્ટ્રેલીયા પણ મોકલ્યા હતા.

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ૨૦૧૯માં તેઓને શ્રેષ્ઠ કેળવણીકાર તરીકે રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત થયો હતો શૈક્ષણિક અને સામાજીક રીતે પછાત એવા કોળી સમાજમાં કુરિવાજો, કુપ્રથા, વ્યસનો અને અંધગ્રહ નિવારણમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાઓ થી સક્રિય યોગદાન બદલ તેઓને કોળી સમાજ દ્વારા સન્માનિત કરીને 'સમાજરત્ન' એવોર્ડ અર્પણ થયેલ છે. ન્યુદિલ્હીની એન.સી.ઇ.આર.ટી, એન.સી.ટી.ઇ અને નીયા જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સક્રિય યોગદાન રહ્યું છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રની શૌક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ડોે.એ.આર. ભરડા (ડો. ઇશ્વરભાઇ ભરડા)ને જન્મદિનની એડવાન્સ શુભકામના તેમના મોબાઇલ નં. ૯૯૦૯૭ ૩૯૭૧૮ ઉપર મળી રહી છે.

(10:11 am IST)