Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાનો આજે ૫૬મો જન્મદિવસઃ શુભેચ્છાઓનો વરસાદ

રાજકોટઃ શહેર ક્રાઇમ બ્રાંચમાં એસીપી તરીકે ફરજ બજાવતાં શ્રી ડી. વી. બસીયાનો આજે જન્મદિવસ છે. મુળ અમરેલીના કુકાવાવના વતની છે. અગાઉ તેમણે રાજકોટ શહેર બી-ડિવીઝન તેમજ એસઓજી પીઆઇ તરીકે પ્રશંસનીય ફરજ બજાવી હતી. એ પછી પોરબંદર એલસીબી પીઆઇ તરીકે તેમની ખાસ નિમણુંક કરવામાં આવી હતી. ત્યાં ફરજમાં હતાં ત્યારે લીમડી ડીવાયએસપી તરીકે પ્રમોશન મળ્યું હતું. એ દરમિયાન અનેક ભેદભરમ યુક્ત ઘટનાઓમાં સચોટ તપાસ કરી હતી. ગુનેગારો સામે કડક કામગીરી માટે જાણીતા શ્રી ડી. વી. બસીયા હાલમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચમાં એસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. કોરોનાકાળ વખતે તેમની આગેવાની હેઠળની ટીમોએ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ સતત નોંધનીય કામ કર્યુ છે. સંક્રમણ અટકાવવાની સરકારની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી તેમજ જરૂર હોય ત્યાં માનવતાવાદી અભિગમથી કરવામાં આવેલી કામગીરીની પણ સતત નોંધ લેવામાં આવી છે. શ્રી બસીયાને આજે ૫૬મા જન્મદિવસે ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ અને બહોળા મિત્રવર્તુળ સ્નેહીજનો તરફથી (મો.૯૯૦૯૪ ૬૩૦૩૦) સતત શુભેચ્છાઓ મળી રહી છે.

(11:38 am IST)