Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

એસઓજી પીએસઆઇ એ. એસ. સોનારાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૧: શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતાં પીએસઆઇ અતુલ એસ. સોનારાનો આજે ૪૨મો જન્મદિવસ છે. મુળ અમદાવાદના વતની અતુલ સોનારા વર્ષ ૨૦૧૦માં પોલીસમાં ભરતી થયા પછી વડોદરા રૂરલ અને છોટાઉદેપુરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી હતી. એ પછી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ અને એસઓજીમાં પ્રસંશનીય કામગીરી કરી છે. તેમને જન્મદિવસ નિમીતે અધિકારીઓ, સાથી કર્મચારીઓ અને બહોળ મિત્રવર્તુળ તરફથી (મો.૯૯૭૯૧ ૦૦૦૪૫) ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:50 am IST)