Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ઉનાના યુવા આગેવાન રસિકભાઇ ચાવડાનો આજે જન્મદિવસ

ઉનાઃ ગુજરાતમાં ખૂબ નાની ઉમરે કોળી સમાજની દેશની સર્વોચ્ચ સંસ્થા અખિલ ભારતીય કોળી સમાજમાં ગુજરાતના પ્રદેશ મહામંત્રી બનનારા રસિકભાઈ ચાવડાનો આજે જન્મ દિવસ છે અને ૩૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

તેઓ કાળાભાઈ અને સોનાબેનનો સૌથી નાનાં પુત્ર છે. બી કોમ, પીજીડીસીએ,એલ એલ બી જર્નાલિઝમ સુધીનો અભ્યાસ કરેલો. અને છેલ્લા પાંચ વર્ષથી સંવેદના ટાઈમ્સ નામનું સાપ્તાહિક પ્રસિદ્ઘ કરે છે. ગુજરાત સરકારના ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગરમાં ઉપાધ્યક્ષના અંગત મદદનીશ તરીકે પણ સેવા આપેલ છે. ખેડૂત, ખેતમજૂર, પશુપાલક, બેરોજગાર મહામંડળના પ્રદેશ મહામંત્રી, સંવેદના ડેવલોપમેન્ટ ફાઉડેશન ગુજરાતના પ્રમુખ, ઉદભોકતા અધિકાર સંગઠનના ઉના તાલુકા પ્રમુખ,રોગી કલ્યાણ સમિતિ (રેફરલ હોસ્પિટલ ઉના ) ના સભ્ય, પ્રેસ કલબ ઓફ ઉનાના કારોબારી સભ્ય તરીકે જવાબદારી નિભાવે છે. ઉના તાલુકાના તમામ સરકારી કર્મચારીઓનું અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત વતી કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું. છેવાડાના લોકોના પ્રશ્નનો યોગ્ય જગ્યાએ રજુવાત કરી અને તે પ્રશ્નનો યોગ્ય નિકાલ ના થાય ત્યાં સુધી લડત ચલાવવી અને લોક પ્રશ્ને સતત લડતા લડાયક યુવા નેતા તરીકે આ વિસ્તારના લોકોના હૃદયમાં સ્થાન મેળવેલ છે.  તેના જન્મદિવસે મો.૯૯૦૯૩૨૧૭૧૭.

(11:41 am IST)