Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સાહિત્યકાર- નાટયકાર- લેખક અઝીઝ ઈબ્રાહીમનો આજે જન્મ દિવસ

રાજકોટઃ સાહિત્યકાર, નાટયકાર અને ફિલ્મ નિર્દેશક અઝીઝ ઈબ્રાહીમનો આજે જન્મ દિવસ છે. મુળ ઝાલાવાડી સુરેન્દ્રનગર ખાતે તેમનો જન્મ થયો હતો. ૧૯૮૨ થી રાજકોટ ખાતે કર્મભુમી બનાવી અને અનેક નાટકો, ટેલી ફિલ્મો, સીરીયલોનું લેખન- દિગ્દર્શન સંભાળી અને ભારે સફળતા મેળવી હતી. ફૂલછાબમાં લોકપ્રિય કોલમ લખી, લોકપ્રિયતા ઉભી કરી હતી. ૧૯૮૮માં રાજયકક્ષાનો 'કલામ હર્ષી'  પુરસ્કાર અને 'નાટય ભૂષણા'ની માનદ્ ઉપાધી અર્પણ કરવામાં આવેલ હતી. ટેલીફિલ્મોને રાષ્ટ્રીયકક્ષાનું સન્માન મળેલ હતું. દુરદર્શન રાજકોટ તથા અમદાવાદ ખાતે ટેલીફિલ્મો ટેલિપ્લેનું લેખન- દિગ્દર્શન સંભાળ્યું હતું. અમદાવાદ દુરદર્શનની બે કલાકની ટેલીફિલ્મ 'ચક્રવ્યુહ'નું નિર્દેશન સંભાળી સતત ત્રણ મોટા પ્રોજેકટસનું કાર્યભાર સંભાળેલ હતો. આકાશવાણી રાજકોટ ખાતે તેમના લિખિત અનેક નાટકોનું બ્રોડકાસ્ટીંગ કરવામાં આવેલ હતું.

તેમના સફળ નાટકો 'એક પાનખરનું સપણું વસંત', 'ધુમ્મસની આરપાર' અને 'છેલ્લી પાંચ મિનિટ' રંગ મંચ ઉપર નવુ પરિણામ ઉભુ કરેલ હતું.

સાલ ૨૦૧૯ દરમ્યાન ગુજરાતી અર્બન ફિલ્મ 'તપ' અને ગુજરાતી અર્બન ફિલ્મ 'છેલ્લી પાંચ મિનિટ' માત્ર ચાર મહિનામાં બે સફળ ફિલ્મનું દિગ્દર્શન સંભાળી નવુ કિર્તીમાન ઉભુ કરેલ. આગામી ફેબ્રુઆરી દરમ્યાન બન્ને ફિલ્મો ગુજરાતભરમાં સીનેમા ઘરોમાં રજુ થશે. અમદાવાદ, રાજકોટ ખાતે પ્રિમીયર શોનું આયોજન કરાઈ રહ્યું છે.(મો.૯૩૧૬૩ ૫૯૮૩૩)

(4:06 pm IST)