Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જસદણના યુવા અગ્રણી વેપારી નિલેશભાઇ રાઠોડનો જન્મદિવસ

જસદણ તા. ૫ : વણિક યુવા અગ્રણી વેપારી નિલેશભાઇ મગનભાઇ રાઠોડનો આજે જન્મદિવસ છે. તેઓ રિધ્ધી - સિધ્ધી નાગરિક બચત સહકારી મંડળીના ડિરેકટર, જસદણની વૈષ્ણવ સંપ્રદાયની શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના સહમંત્રી, દશા મોઢ મંડલિયા વણિક સમાજ ટ્રસ્ટ સંચાલિત વણિક સમાજની વાડીના સહમંત્રી, જસદણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં મંત્રી સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. દરેક લોકોએ સાચી સલાહ અને વ્યવહારૂ ઉકેલ કાઢી આપનાર મિલનસાર અને શાંત સ્વભાવ ધરાવતા બુધ્ધિજીવી વ્યકિત તરીકે જાણીતા નિલેશભાઇ રાઠોડને તેમના મોબાઇલ નં. ૯૪૨૭૨ ૩૮૭૦૦ ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:26 am IST)