Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

લાખાજીરાજ મરચન્ટ એસો.ના પ્રમુખ મહેશભાઈ મહેતાનો આજે જન્મદિવસ

રાજકોટ,તા.૧૬ : જૈન શ્રેષ્ઠી, બિલ્ડર તથા કુમારિકા શો રૂમના પ્રોપ્રોરાઈટર મહેશભાઈ મહેતાનો જન્મદિવસ છે. તેઓ સર લાખાજીરાજ રોડ મરચન્ટ એસોસીએશન, ફેમીલી પ્લાનીંગ એસો. ઓફ ઈન્ડીયા, રાજકો જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, રાજકોટ સીટીમાં પ્રમુખ તરીકે પોતાની સેવા આપી રહેલ છે. મહેશભાઈ રાજકોટ જેસીઝ મેઈન, ઈન્ડીયન જુનિયર ચેમ્બર (ઝોન કાઉન્સીલર) કોમ્પ્યુટર શોર્ટ હેન્ડ ફેડરેશન ઓફ ગુજરાત, જૈન જાગૃતિ સેન્ટર વિ.જગ્યાઓ ઉપર પ્રમુખ તરીકે સેવા આપી ચુકયા છે.

 રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરમાં પણ પરીક્ષા સમિતિમાં તેમજ વૃધ્ધાશ્રમ તથા યંગ એડવેન્ચર્સ ગૃપમાં પણ સેવા આપી રહેલ છે. મહેશભાઈના જન્મદિવન નિમિતે મો.૯૮૨૪૨ ૪૪૫૫૦, ૨૨૨૬૨૦૨ ઉપર શુભેચ્છાઓનો ધોધવહી રહેલ છે.

(3:41 pm IST)