Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

બનાસકાંઠા જિલ્લા કલેકટર આર.જે. માંકડિયાનો જન્‍મદિન

રાજકોટ, તા. ૧૫ :. બનાસકાંઠાના જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી આર.જે. માંકડિયાનો જન્‍મ તા. ૧૫ ડીસેમ્‍બર ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં કદમ માંડયા છે. તેઓ મૂળ ઉપલેટા તાલુકાના જામટીંબડીના વતની અને ૨૦૦૫ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવ, જામનગર અને દ્વારકામાં જિલ્લા કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૭૪૨ - ૨૫૭૧૭૧

મો. ૯૯૭૮૪ ૦૬૨૦૪ - પાલનપુર (બનાસકાંઠા)

 

(10:17 am IST)