Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

રાજકોટના યુવા એડવોકેટ ભાવેશ હાપલીયાનો આજે દિવસ

રાજકોટ તા. ૧૩: રાજકોટના યુવા એડવોકેટ ભાવેશભાઇ આર. હાપલીયાનો આજે જન્મદિવસ છે. તા. ૧૩-૦૧-૧૯૮૩ના રોજ જન્મેલ ભાવેશભાઇ આર. હાપલીયાએ વકીલાત ક્ષેત્રે ૧૦ વર્ષની ઝળહળતી કારર્કિદીની સાથે સાથે તેના સફળતમ જીવનના ૩૪ વર્ષ પુર્ણ કરી ૩પ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેમજ સીનીયર એડવોકેટ રમેશભાઇ પી. મુંગરા સાથે વકીલાતની કારર્કિદી શરૂ કર્યા બાદ તેઓએ ફોજદારી તેમજ રેવન્યુ કેસોમાં જબરી લડત આપી બચાવ પક્ષની તરફેણમાં ન્યાય અપાવવામાં તેઓ સફળ રહ્યા છે. ફોજદારી તેમજ રેવન્યુ પ્રેકટીસ સાથે સંકળાયેલા આ યુવા એડવોકેટને તેમના મિત્રો, સ્નેહીઓ અને સંબંધીઓ દ્વારા મો. ૯૯૭૯૬ ૦પ૩પ૩ પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(4:03 pm IST)