Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં યાદગાર ફરજ

રોજગાર અને તાલીમ નિયામક ડી. કે. પારેખને હેપ્પી બર્થ ડે

રાજકોટ :. રાજ્યના રોજગાર અને તાલીમ નિયામક તરીકે કાર્યરત શ્રી ડી.કે. પારેખ (આઈ.એ.એસ. ૨૦૦૯) આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ નિમિતે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે. (જન્મ તા. ૧૩-૧-૧૯૬૪)

કચ્છ પંથકના વતની શ્રી ડી.કે. પારેખ અગાઉ જામનગરમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, પોરબંદરમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વેરાવળ સોમનાથમાં પ્રાંત અધિકારી, જૂનાગઢ નગરપાલિકામાં ચીફ ઓફિસર, ગુજરાત રક્ષાશકિત યુનિવર્સિટીના પ્રથમ કુલસચિવ વગેરે સ્થાનો પર યશસ્વી ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૮૦૫,

મો. ૯૯૭૮૪ ૦૬૦૮૧ - ગાંધીનગર

(11:52 am IST)