Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સૌરાષ્ટ્રની સૌથી જૂની - અગ્રણી એડવાર્ટાઈઝીંગ એજન્સી 'સેલ સર્વિસ સીન્ડીકેટ'ના દિપકભાઈ શાહનો આજે જન્મદિવસ

સૌરાષ્ટ્રની સૌથી જુની અને અગ્રહણ્ય એડવર્ટાઈઝીંગ એજન્સી 'સેલ સર્વિસ સીન્ડીકેટ'ના દિપકભાઈ શાહનો આજે જન્મદિન છે. તેઓએ સફળ જીવનના ૫૬ વર્ષ પૂર્ણ કરેલ છે. રાજકોટ એડવર્ટાઈઝીંગ સર્કલના કોર કમીટી સભ્ય દિપકભાઈ ફકત ૧૩ વર્ષની ઉંમરી તેમના સ્વ.પિતાશ્રી સુમતિચંદ્ર પી.શાહ (મૂર્ધન્ય પત્રકાર અને મદદનીશ તંત્રી- ફુલછાબ) દ્વારા સ્થપાયેલ એડ. એજન્સીમાં જોડાયા. સ્વ.સુમિતભાઈએ સિધ્ધાંતો અને આ દર્શોના સિંચનથી વિકસાવેલી 'સેલ સર્વિસ સીન્ડીકેટ'નું તેઓ સફળ સંચાલન કરે છે. ફકત કહેવા પુરતું  જ નહીં, પરંતુ યથાર્થ સ્વરૂપે ગ્રાહકોનુંહીત હૈયે રાખી, સર્વશ્રેષ્ઠ માર્ગદર્શન અને સર્વોત્તમ મિડીયા પ્લાનીંગ દ્વારા અસરકારક એડવાર્ટાઈઝીંગ કરતી તેમની એડ્ એજન્સીને ૫૩ વર્ષ પૂર્ણ થયા છે. સરળ, સાલસ સ્વભાવ ધરાવતા દિપકભાઈ જાહેરખબર ક્ષેત્રે અજાત શત્રુ ગણાય છે. કટ્ટર હરીફાઈના યુગમાં પણ તેમની સફળતાનું શ્રેય તેઓ ચાર-પાંચ દાયકાઓથીફ જોડાયેલા ગ્રાહકો તમામ અખબારોની અખૂટ લાગણી-સહકાર, મિત્રો-શુભેચ્છકો તેમજ પોતાના પરિવારને આપે છે. તેમના મો.૯૮૨૫૨ ૧૮૪૨૨ ઉપર જન્મદિનની શુભેચ્છાઓ વરસી રહી છે.

(11:46 am IST)