Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

આપાગીગા કી કૃપા કા ડેરા, મહેકે હર દિન સવેરા

નરેન્દ્રબાપુની પતંગ ફરી આભમાં: હેપ્પી બર્થ ડે

રાજકોટ તા. ૧ર : એક હાથમાં ધર્મની જયોત અને બીજા હાથમાં રાજનીતિનો કળશ લઇને ગતિ સાથે પ્રગતિના પંથે આગળ વધી રહેલા મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુએ આજે વિશીષ્ટ જીવનના પંચાવનમાં વર્ષના દ્વાર ખટખટાવતા તેમના પર શુભેચ્છા વર્ષ થઇ રહી છે (જન્મ તા. ૧ર જાન્યુઆરી ૧૯૬૪) ગુજરાત સરકારના પછાત વર્ગ વિકાસ નિગમનું માભાદાર ચેરમેન પદ મળ્યા પછી આજે તેમનો પ્રથમ જન્મદિન છે.

સતત ૪ વખત ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઇને ડે.મેયર તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જેવા સ્થાને રહ્યા બાદ આધ્યાત્મિક રંગે રંગાઇને ચોટીલા પાસે શ્રી આપાગીગાના ઓટલાની સ્થાપના કરી મંહત પદ સ્વીકારેલ. આ સ્થાને તમામ યાત્રિકો માટે ર૪ કલાક રહેવા, જમવા, ચા-પાણીની સુવિધા છે ભકિત અને શકિતનો સંગમ થયો છે.

નરેન્દ્રબાપુ તરીકે ઓળખાતા શ્રી નરેન્દ્રભાઇ સોલંકી શ્રી ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતિના પ્રમુખ અને ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. ધર્મની સાથે ફરી રાજનીતિમાં રસ પડતા તેમના માટે ફરી સૂર્યોદય થયો છે. અનુભવની જુની ફીરકીમાં આવડતનો નવો દોરો વીટીને પવનની દિશામાં પોતાની પતંગ ચગાવી દીધી છે... સબકા સાથ, સબકા વિકાસ...વ્યકિત એક, વિશેષતા અનેક...મો.૯૮ર૪ર ૧૦પર૮ રાજકોટ

(11:44 am IST)