Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ધોળકીયા સ્‍કુલ ટીચીંગ કોર્ડીનેટર જૈમીન સંઘાણીનો જન્‍મદિવસ

રાજકોટ,તા. ૨૦ : જાણીતા યુવા ટીચીંગ કોર્ડીનેટર ધોળકીયા ઇન્‍ટરનેશનલ સ્‍કૂલનાં પ્રો. જૈમીન જયેશભાઇ સંઘાણીનો આજે જન્‍મદિવસ છે. અગાઉ વી.વી.પી. ઇજનેરી કોલેજમાં ઇલેકટ્રોનીકસ એન્‍ડ કોમ્‍યુનિકેશન વિભાગમાં વ્‍યાખ્‍યાતા તરીકે ફરજ બજાવી ચૂકેલે જૈમીન સંઘાણીના કુલ ૨૦૩ લેકચરની જી.ટી.યુની વેબસાઇટ પર અપલોડ માટે પસંદગી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના તમામ પ્રાધ્‍યાપકોમાંથી સૌથી વધુ લેકચરની પસંદગી દ્વારા પ્રો. જૈમીન સંઘાણીએ સમગ્ર ગુજરાતમાં તા. ૨૦ જુલાઇ ૨૦૨૦ના રેકર્ડ મુજબ પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે. તેઓ જીટીયુમાં ફાઇવજી મોબાઇલ કોમ્‍યુનીકેશન પર પી.એચ.ડી. કરી રહ્યા છે. તેઓના કુલ ૪ સંશોધનપત્રો રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પસંદગી પામ્‍યા છે.તેઓના મો. ૯૪૨૯૫ ૬૩૪૦૧ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

 

(5:02 pm IST)