Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

કેતન વેકરીયાનો જન્મ દિવસ : શહીદોના બાળકો શિક્ષણ માટે દત્તક લેવા સંકલ્પ

રાજકોટ તા. ૨૦ : સેવાભાવી જીવ એવા કેતનભાઇ વેકરીયાનો આજે જન્મ દિવસ છે. કોઇ જાતની પાર્ટી કે ફેન ફતુરને બદલે ભારતીય સૈન્યના શહીદોના ૧૦ બાળકોને શિક્ષણ માટે દતક લેવાનો સંકલ્પ જાહેર કરી તેઓએ અન્યોને પ્રેરણા પુરી પાડી છે. વડીલોના આશીર્વાદ લઇ પોતે ભેગી કરેલ રકમ શહીદોના બાળકો માટે ફાળવી હતી. જન્મદિવસની આવી અનોખી ઉજવણી કરવા બદલ કેતન વેકરીયા (મો.૯૮૨૫૧ ૯૮૩૯૯) ને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(4:32 pm IST)