Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

કચ્છ ગાગોદરના કથાકાર શાસ્ત્રી નવલશંકર રાજગોરનો જન્મ દિવસ

ભાવનગર :. કચ્છ ગાગોદરના કથાકાર શાસ્ત્રી નવલશંકરભાઈ કે. રાજગોરનો આજે જન્મ દિવસ છે.

જામનગર જીલ્લાના રાસંગપુર ગામેથી કથાના પ્રથમવાર શ્રી ગણેશ થયા. વારાણસીમાં શાસ્ત્રી આચાર્યનો અભ્યાસ આદર્યો ને એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી વર્ષ ૧૯૮૦-૮૧માં ભારતના સંસ્કૃત વિદ્દતજનોની સ્પર્ધાત્મક કસોટીમાં પણ પ્રથમ સ્થાન શાસ્ત્રી નવલશંકરભાઈને સાંપડયુ. ભાગવત, દેવી ભાગવત શિવપુરાણ મળી ત્રણ કથાના વકતા ચંડિકા કિંકર આચાર્ય નવલશંકર રાજગોર (સાહિત્યાચાર્ય વારાણસી-કાશી) સમગ્ર ભારતમાં સંસ્કૃત ભાષણમાં સુવર્ણચંદ્રક વિજેતા છે.

તેમના પ્રમુખ સ્થાને ગાગોદર-રાધનપુર હાઈવે પર કરૂણા વલ્લરી વિદ્યા સેવા ટ્રસ્ટ દ્વારા જનસેવા, ગૌશાળા વૈદિક સંસ્કૃતિ તથા સંસ્કૃત ભાષાનું જતન થાય છે. ગણતરીના દિવસોમાં ત્રિશકિત મંદિરનું નિર્માણ કાર્ય વેગવંતુ બન્યુ છે. ચંડિકા કિંકર શાસ્ત્રી નવલશંકર કે. રાજગોરને મો. ૯૮૨૫૩ ૭૨૬૬૪ ઉપર જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે.

(10:23 am IST)