Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

કોર્પોરેટર મીનાબેન અનિલભાઇ પારેખનો જન્મ દિવસ : ૬૪ માં પ્રવેશ

રાજકોટ તા. ૧૯ : મહાનગરપાલીકા સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય અને વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર મીનાબેન અનિલભાઇ પારેખનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૬૪ માં વર્ષમાં પ્રવેશી રહેલ મીનાબેનનો પીયર પક્ષ સૌમૈયા પરિવાર  પણ રાષ્ટ્રવાદની વિચારધારા સાથે સંકળાયેલો છે. તેમના પતિ અનિલભાઇ છેલ્લા ૨૦ વર્ષથી શહેર ભાજપ કાર્યાલય મંત્રી તરીકે સેવારત છે અને હાલ ભાજપ કોષાધ્યક્ષ છે. મીનાબેન પારેખ (મો.૭૬૦૦૪ ૧૪૪૫૮) ને આજે જન્મ દિવસ નિમિતે પુત્ર રીતેશ, પુત્રવધુ દિપાબેન, પૌત્ર શુભમ, કેનેડા સ્થિત પુત્રી લીઝા પડીયા, જમાઇ જીજ્ઞેશ પડીયા, દોહીત્ર અર્જુન પડીયા વગેરેએ શુભેચ્છા પાઠવી છે.

(1:04 pm IST)