Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સામાન્ય પરિવારથી અસામાન્ય કારકિર્દી સફર સર કરનાર

ગીર સોમનાથ જીલ્લાના ડાયરેકટ IPS હિતેષ જોયસરનો જન્મ દિ': અભિનંદન વર્ષા

પ્રભાસપાટણ, તા. ૧૬ :. રાજ્ય પોલીસ તંત્રના ડાયરેકટ આઈ.પી.એસ. સાથે તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી અને યશસ્વી ફરજ બદલ સિનીયર કક્ષાના આઈપીએસ ઈ. રાધાક્રિષ્ન, ડી.જે. પટેલ સહિતના અધિકારીઓની શાબાશી મેળવી ચૂકેલા ગીર સોમનાથ જીલ્લાના એસ.પી. હિતેષ જોયસર આજે સફળત્તમ આયુષ્યના ૩૪ વર્ષ પૂર્ણ કરી ૩૫ વર્ષમાં ડગ માંડતા હોય તેમના વિશાળ શુભેચ્છકો, મિત્રો તરફથી તેમને રૂબરૂ તથા મોબાઈલ નં. ૯૯૭૮૪ ૦૫૯૭૪ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

સરહદી જીલ્લા કચ્છના માંડવી તાલુકાના નલિયા ગામે તા. ૧૬ ફેબ્રુ. ૧૯૮૪ના રોજ જન્મેલ આ તેજસ્વી યુવાને પ્રાથમિક શિક્ષણ ગામડામાં મેળવી ઉચ્ચ અભ્યાસ ભૂજમાં કર્યો હતો.

૨૦૦૬માં એલ.આઈ.સી. અધિકારી, ૨૦૦૮ થી ૨૦૧૧ સુધી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં અધિકારી તરીકે ફરજ બજાવ્યા બાદ ૨૦૧૧માં તેઓની અથાગ મહેનતને કારણે કઠીન મનાતી આઈ.પી.એસ. અધિકારી તરીકે પસંદગી પામ્યા. મસુરી અને હૈદ્રાબાદ ખાતે તાલીમ લઈ જામનગર ખાતે પ્રથમ પ્રોબેશ્નર પિરીયડ પૂર્ણ કર્યો.

પ્રોબેશ્નરી પિરીયડ પૂર્ણ થયા બાદ એ.એસ.પી. તરીકે અંકલેશ્વર અને ત્યાર બાદ બઢતી મેળવી વડોદરામાં ડેપ્યુટી પોલીસ કમિશ્નર પદે નિમાયા, વડોદરાએ તેમના જીવનમાં અગત્યની ભૂમિકા ભજવી અહીં તેમણે લીંબડીના હાલના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સાથે તથા તત્કાલીન ડીસીપી ક્રાઈમ એચ.આર. મુલિયાણાની ટીમે બનાવટી નોટો, આતંકવાદીઓ, કોમ્યુનલ તોફાનો વિ. કંટ્રોલની અદભૂત કામગીરી બજાવી અને તેઓની યશસ્વી કામગીરીથી પ્રભાવિત થઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના ગીર સોમનાથ જીલ્લાની જવાબદારી ગૃહ મંત્રાલયે સુપ્રત કરી.

વેરાવળની એટીએમ રકમ ઉઠાંતરી, એન.આર.આઈ. વેપારીના ઘર પર ખંડણી માટે ફાયરીંગ કેસ, વેપારી અપહરણ અને ફાયરીંગ જેવા જીલ્લામાં બનેલ ગંભીર કેસોમાં તેઓ તેમની કુનેહથી યશસ્વી પરિણામ લાવી ડીટેકશન માટે શાબાશી મેળવી છે.

વિધાનસભા ચૂંટણી બંદોબસ્ત, સોમનાથ મંદિરની સુરક્ષાનું સુરક્ષા ચક્ર રચવાની કામગીરીમાં તેઓ અગ્રેસર રહ્યા છે. સામાન્ય લોકોની ફરીયાદ તેઓ નમ્રપણે સાંભળે છે.

(12:00 pm IST)