Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

રાજકોટ, પોરબંદર, વલસાડના પૂર્વ કલેકટર

રાજય ચૂંટણી પંચના સચિવ મહેશ જોશીનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના સ્થાનીક સ્વરાજયોની ચૂંટણી કરાવવાની કામગીરી કરતા રાજય ચૂંટણી પંચના સચિવ શ્રી મહેશ વી. જોષી માટે આજે શુભેચ્છા ઝીલવાનો દિવસ છે. તેમનો જન્મ ૧૦ ફેબ્રુઆરી ૧૯પ૩ ના દિવસે થયેલ. આજે સાત્વિક જીવનનાં ૬૬ માં વર્ષનું પ્રથમ પ્રભાત ઉગ્યું છે.

 

૧૯૯૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી શ્રી મહેશ જોષી અગાઉ રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર, પોરબંદરમાં જિલ્લા કલેકટર, રાજયમાં જમીન દફતર નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન અધિકારી તરીકે જાણીતા છે.

ફોન નં. (૦૭૯) ર૩રપર૧૪૯, મો. ૯૯૭૮૪ ૦પ૩ર૪ ગાંધીનગર

(11:53 am IST)