News of Thursday, 8th February 2018

પ્રગટેશ્વર મહાદેવ ટ્રસ્ટના અધ્યક્ષ જયસુખભાઈ ભટ્ટનો આજે જન્મદિન

રાજકોટ : શ્રી જયસુખભાઈ ભટ્ટનો આજે તા. ૮મી ફેબ્રુઆરીએ જન્મદિન છે. તેઓ ૭૮ વર્ષ પૂરા કરી ૭૯ વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ, તેમજ ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લીમીટેડમાં પ્રતિનિયુકિત ઉપર સરકારી ફરજો બજાવી વયનિવૃત થયેલ છે. સેવા દરમ્યાન રાજકોટ ડીવીઝનના પૂર્વ ઉપપ્રમુખ તરીકે એગ્રી. ડીપાર્ટ. તેમજ પ્રતિનિયુકિત પર નિગમના મહામંડળના રાજકોટ વિભાગના પૂર્વ ઉપપ્રમુખ તરીકે સેવા આપેલ છે. તેઓ બ્રહ્મસમાજ શ્રી નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજના પાયાથી અગ્રણી કાર્યકર તેમજ પૂર્વ ઉપપ્રમુખ તરીકે અને શ્રી પ્રગટેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટનાં અધ્યક્ષ તરીકે તેમજ ચુડાસમા પ્લોટની સાંસ્કૃતિક પ્રવૃતિઓ જેવી કે, ગરબી મંડળ, સીનીયર સીટીઝન માર્ગદર્શક સેવાકીય પ્રવૃતિઓના કાર્યકર તરીકે તેમજ કારગીલ વખતે વિકટ એવી અમરનાથ યાત્રા અંગેની યાત્રિકોને માહિતી માર્ગદર્શન માટે પથદર્શિકા વિનામૂલ્યે પ્રસિદ્ધ કરી દરેક યાત્રીઓને આપી હતી. સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ દ્વારા નિરંતર શિક્ષણ કેન્દ્ર, સાયન્સ કોલેજ રાજકોટમાં વેદાંત અને આધ્યાત્મિક વારસાનો તેમજ બીજો કોર્ષ પૂજા વિધિ અને કર્મકાંડના અભ્યાસક્રમોમાં વર્ગોમાં બંને વર્ગમાં સીનીયર પાઠી તરીકે કુલપતિ શ્રી જોષીપુરા અને તેમજ ઉપકુલપતિ શ્રી કલ્પકભાઈ ત્રિવેદીના હસ્તે પ્રમાણપત્રો  મેળવી સન્માનિત થયેલ છે. હાલ તેઓ રાજકોટ તાલુકાના પેન્શનર સમાજના કારોબારી સભ્ય તરીકે ખેતીવાડી ખાતાના પેન્શન એસોસીએશન રાજકોટને શરૂઆતમાં કાર્યકારી મંડળના સભ્ય તરીકે સેવા આપેલ છે. દુબઈના નયનેશભાઈ મહેતા દાતાશ્રીના પરીવાર લગ્ન પ્રસંગે તુર્કીના ઈસ્તંબુલ અને અંતાલ્યા રોકક્ષી પ્રીમિયમ બેલેક સેવન સ્ટાર હોટલમાં હાજરી આપેલ. જયસુખભાઈના જન્મદિને મિત્રો વર્તુળો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. (ફોન-૦૨૮૧-૨૪૭૭૩૩૭, મો. ૯૪૦૮૬ ૧૨૯૭૭)

(9:30 am IST)
  • દિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી access_time 11:45 am IST

  • રાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST

  • ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ્દ કરવાનો ચુકાદો આપનાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયામૂર્તિને સુપ્રિમ કોર્ટમાં પદોન્નતિ માટે મોદી સરકારે મંજૂરીનો ઈન્કાર કર્યો!! access_time 11:45 am IST