Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

તબીબ જગતના ઉપવનમાં ખીલેલી લાવણ્યયુકત કળી ડો.જયેશભાઇ ડોબરીયાઃ હેપ્પી બર્થ ડે

રાજકોટ તા.૭ : સૌરાષ્ટ્ર ગુજરાતના તબીબી આલમમાં સચોટ નિદાન અને અસરકારક સારવારથી ખુબ ખ્યાતિ પ્રાપ્ત અને તબીબી ઉપવનમાં ખીલેલી લાવણ્યયુકત કળી સમાન જાજરમાન વ્યકિતત્વ ધરાવતા ડો.જયેશ ડોબરીયા આજે તેના યશસ્વી જીવનના ૪૦ વર્ષ પુર્ણ કરી પ્રગતિશીલ જીવનના ૪૧ વર્ષમાં મંગલ પ્રારંભ કર્યો છે.

મુળ ટંકારાના જયેશ ડોબરીયા ક્રિટીકલ કેરના નિષ્ણાંત છે. તેઓએ પ્રાથમિક શિક્ષણ ટંકારા અને માધ્યમિક શિક્ષણ રાજકોટની સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં લીધુ છે. અમદાવાદની જાણીતી બી.જે.મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. અને એમ.ડી.નો અભ્યાસ પુર્ણ કરી ગંભીર રોગો તેમજ કટોકટીની ક્ષણોમાં અસરકારક સારવાર માટેનો ક્રિટીકલ કેરનો અભ્યાસ પુનાની પ્રયાગ અને એપોલો હોસ્પિટલમાંથી કરેલ. છેલ્લા ૧૦ વર્ષથી વોકહાર્ટ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સુપર સ્પેશ્યાલીસ્ટ, આઇસીયુ સ્પેશ્યાલીસ્ટ તરીકે હજારો દર્દીઓની સુખરૂપ સારવાર કરી તબીબી આલમમાં ખુબ નામના હાસલ કરી છે.

આગામી દિવસોમાં ડો.જયેશ ડોબરીયા સીનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, અયોધ્યા ચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ, માધાપર ચોકડી પાસે ફુલટાઇમ સેવા બજાવશે.

મળતાવડા સ્વભાવ, ઉદારતા તેમજ દર્દીઓના દુઃખ દર્દને નજીકથી ઓળખનાર ડો.જયેશ ડોબરીયાના જન્મદિવસે મો.૯૮૨૫૦-૪૩૫૯૦ પર અભિનંદન-શુભેચ્છા વર્ષા થઇ રહી છે. (૩-૮)

ખુશી સે બીતે હર દિન, હર રાત સુહાની હો,

જહાં પડે કદમ આપકે વહા હર દમ ફુલો કી બરસાત હો...

(11:42 am IST)