Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મેહુલ દવે, તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો હજાર...

અમદાવાદના અધિક નિવાસી કલેકટરનો જન્મદિન

રાજકોટઃ તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અને તમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો. આ સુવિચાર શ્રી મેહુલ કે.દવેએ જીવનમાં ઉતાર્યો છે. એને દુનિયા ગમે છે અને દુનિયાને તે ગમે છે. સારી દ્રષ્ટિ અને સારી વાણીના સમન્વય સાથેના યશસ્વી જીવનના ત્રેપનમાં વર્ષના દ્વારે કદમ માંડયા છે.

મૂળ અમરેલીના વતની જી.એ.એસ.કેડરના અધિકારી શ્રી મેહુલ દવે (જન્મ તા.૭-૨-૧૯૬૬) હાલ ગુજરાતના સૌથી મોટા અમદાવાદ જિલ્લાના નિવાસી અધિક કલેકટરની મહત્વની જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. અગાઉ મુખ્યમંત્રીના કાર્યક્રમ અધિકારી, રાજકોટમાં પ્રાંત અધિકારી અને નિવાસી નાયબ કલેકટર, રાજયમાં તોલમાપ નિયામક, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના પ્રથમ કુલસચિવ, ખેડા જિલ્લામાં અધિક નિવાસી કલેકટર વગેરે સ્થાનો પર યાદગાર ફરજ બજાવી છે.

આમ આદમીથી માંડી ટોચના મહાનુભાવો સુધી તેમણે આત્મીયતા કેળવી છે. પ્રશાસન કે સિતારે, મેહુલ દવે હમારે... તેઓ સુખદુઃખના સરવાળા કરનાર નહિ પણ અંધારામાં અંજવાળા કરનારા અધિકારી છે. કોઇના સગા બનવુ ઇશ્વરની ભેટ છે પણ આ 'ભઇલુ'તો પોતાના સદવ્યવહારથી સૌના વ્હાલા બની રહ્યા છે. આજે તેમના પર અનરાધાર શુભેચ્છા વરસી રહી છે.

ફોન નં. ૦૭૯- ૨૭૫૫૧૬૮૧, મો. નં. ૯૯૭૮૪ ૦૫૧૭૩, અમદાવાદ

(2:06 pm IST)