News of Monday, 5th February 2018

લોહાણા જ્ઞાતીના મુકસેવક મનુભાઈ મિરાણીના જન્‍મદિવસની ઉજવણી

રાજકોટ,તા.૫: પુનિત સદ્‌ગુરુ ભજન મંડળ દ્વારા તાજેતરમાં લોહાણા જ્ઞાતીના યુવક- યુવતીઓના વેવીશાળની પ્રવૃતિ કોઈપણ જાતના સન્‍માનની અપેક્ષા વગર પોતાના તન- મન- ધનના યોગદાનથી કરી રહેલ મનુભાઈ મિરાણીના ૭૬માં જન્‍મદિવસની ઉજવણી તેમના નિવાસસ્‍થાળ ‘‘વૃંદાવન'' નાલંદા સોસાયટી- કાલાવડ રોડ ખાતે કરાઈ હતી. હાજર રહેલ ભાવિકો સર્વ જયેશભાઈ નથવાણી, બિહરીભાઈ, મનસુખભાઈ વરીયા, માવજીભાઈ મોજી, મુકુંદભાઈ કોટેચા, ધનવંતભાઈ નથવાણી, વિજયભાઈ રાચ્‍છ, દેવાંગભાઈ જાની, અમૃતલાલ મકવાણા, સુંદરલાલ પાઉં, બાબુભાઈ પેંડાવાળા દંપતી, વિજયભાઈ ફુલવાળા, દિનેશભાઈ ચાવડા, કાંતીભાઈ ચુડાસમા, ગુણવંતભાઈ ઠકકર, હસુભાઈ ઝાલા, અરવિંદભાઈ ખાલપાડા, ભરતભાઈ ગોંડલીયા, કિશોરભાઈ પાટડીયાએ હાજર રહી મનુભાઈના દિર્ધાપુષ્‍ય માટે શુભેચ્‍છા આપેલ. કાર્યક્રમનું સંચાલન આભારવિધી પ્રમુખસ્‍થાનેથી જયેશભાઈ નથવાણીએ કરેલ.

(5:38 pm IST)
  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST

  • દિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી access_time 11:45 am IST

  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST