News of Friday, 2nd February 2018

રાજકોટના યુવા એડવોકેટડી. બી. બગડાનો જન્મ દિવસ

રાજકોટ તા. રઃ રાજકોટના ધારાશાસ્ત્રી ડી. બી. બગડાનો આજરોજ જન્મ દિવસ છે. આજથી ડી. બી. બગડાએ ૪૧ વર્ષ પૂર્ણ કરીને ૪રમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ ફોજદારી, સીવીલ કલેઇમ ત્થા બાળ-અદાલતના કેસોમાં લડવામાં તેમની નિષ્ણાંત અને કાયદાના અનુભવી વકિલ તરીકેની ગણના થાય છે.

રાજકોટ શહેરના વકિલોમાં બગડા ખુબજ લોકપ્રિય બનેલ છે અને રાજકોટ બાર એસોસિએશનની ચુંટણીમાં પ્રથમ ક્રમે ચુંટાનાર એડવોકેટ છે. બાર એશોશિએશનની કામગીરીમાં પણ ખુબજ નિષ્ઠાપૂર્વકની કાર્યવાહી કરેલ છે. તેમજ તેઓએ ગુજરાત સરકારના આસિસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નીચલી અદાલતમાં કામગીરી કરેલ છે. સરળ અને નિખાલસ મિલનસાર સ્વભાવ તેમજ લોકોના વકિલોના તેમજ સમાજ પ્રત્યેના કામો માટે હંમેશા તત્પર રહેતા શ્રી બગડા ખુબજ લોકપ્રિય બનેલ છે. તેમની સુવાસના હિસાબે તેમના મોબાઇલ નંબર ૯૮૭૯૦ પપ૪પ૧ ઉપર જન્મ દિવસની શુભેષ્ઠાનો ધોધ વરસી રહેલ છે. રાજકોટ શહેરના ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મિરાણી, નિતિનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ બગડા ત્થા બાર કાઉન્સીલના મેમ્બર દિલીપભાઇ પટેલ, સિનિયર ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજએ શુભેચ્છા પાઠવેલ છે.

(3:51 pm IST)
  • પંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST

  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST