News of Thursday, 1st February 2018

દ્વારકા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કાલીદાસભાઇ સાપરિયાનો આજે જન્મદિવસ

ભાણવડ : જામજોધપુરના તરસાઇ ગામના તા. ર ફેબ્રુઆરી ૧૯પ૪માં જન્મેલા હાલ ભાણવડમાં રહેતા કાલીદાસભાઇ કે. સાપરીયાએ પોતાની કારકિર્દી શૈક્ષણીક વ્યવસાય ભાણવડ તાલુકાનું મોટાકાલાવડથી શુભ શરૂઆત ૧૯૭૮થી કરેલ. શિક્ષણ કાર્યને વેગવંતુ બનાવેલ.

શિક્ષકોમાં લોકચાહના મેળવી તેભાણવડ તાલુકા શિક્ષક સંઘમાં જોડાઇ શિક્ષકોના લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા ખૂબજ પરિશ્રમ કરેલ અને ત્યારબાદ ભાણવડ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ખૂબજ વર્ષો સુધી સેવા આપેલ ત્યારબાદ ભાણવડ તાલુકાની સાર્વજનીક લાયબ્રેરીમાં પ્રમુખ તરીકે નિષ્ઠાથી ફરજ અદા કરી વાંચન પ્રેમીના દિલ જીતેલ છે અને ભાણવડ તાલુકા કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના પ્રમુખ તરીકે ખૂબ વર્ષોથી ફરજ બજાવી હતી.

ધારાસભ્ય શ્રી વિક્રમ માડમના પ્રયાસથી કોંગ્રેસમાં જોડાયેલ. સંગઠનની કામગીરીને ધ્યાને લેતા જામનગર જીલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે નિમણૂક આપેલ છે. નિષ્ઠાને ધયાને લેતા દ્વારકા જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે વરણી કરી છે. તેમને જન્મદિનની શુભેચ્છા મિત્રો શુભેચ્છકો દ્વારા મળી રહી છે.

(1:09 pm IST)
  • રાજકોટમાં આજ બપોરથી BSNLના નેટવર્કથી લોકો તોળા : BSNL ની ઓફીસ પર લોકોના ટોળા : BSNLના મો.નેટવર્કમાં પણ તોળા : લોકોને જવાબ મળતા નથી કોલ આવે છે પણ જતા નથી access_time 6:47 pm IST

  • ગુજરાતમાં જાણે આગ લાગવાની મોસમ ખીલી હોય તેમ હવે આજે વલસાડના તુંબ ગામમાં એક કંપનીના ગોડાઉનમાં લાગી આગ : લાખ્ખોનું નુકસાન : ફાયરબ્રિગેડની ટીમ પહોચી ઘટના સ્થળે access_time 3:00 pm IST

  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST