Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

જૂનાગઢ અકિલાના બ્યુરો ચિફ વિનુભાઇ જોષીનો જન્મદિન

જૂનાગઢ તા. ૧ :.. છેલ્લા ૧૭ વર્ષથી અકિલા પરિવાર સાથે જોડાયેલ જૂનાગઢના અગ્રણી પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઇ જોષી ના લઘુબંધુ જુનાગઢના 'અકિલા' ના પત્રકાર વિનુભાઇ જોષીનો આજે ૪૮ મો જન્મ દિવસ છે.

રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત પોલીસ  અધિકારી સ્વ. શિવલાલભાઇ જોષીના ઘરે ૧ ફેબ્રુઆરી ૧૯૭૦ના રોજ જન્મેલ વિનુભાઇ એક દાયકા પહેલા જુનાગઢ જિલ્લા ''અકિલા'' ના બ્યુરો ચીફ સૂર્યકાન્તભાઇ જોષીના મદદનીશ તરીકે કામગીરી સંભાળતા હતા અને ૧૦ વર્ષ પહેલા સૂર્યકાન્તભાઇનું અવસાન થતા તેમના સ્થાને પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ કરી અકિલા બ્યુરો ઓફિસ જુનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ સંભાળી રહ્યા છે. વિનુભાઇને જન્મદિન નિમિત્તે તેમના શુભેચ્છાકો (મો. ૯૮રપર ૩૬૭૧૮) ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:08 pm IST)