Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાનો જન્મદિવસઃ ૩૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વિપુલભાઈ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી તરીકે અને સ્વામી વિવેકાનંદ યુવક કેન્દ્ર, વોર્ડ નં. ૧૪માં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. ભૂતકાળમાં જૂના વોર્ડ નં. ૧૫માં એક ટર્મ યુવા ભાજપના મહામંત્રી તરીકે, ૧ ટર્મ વોર્ડના યુવા ભાજપના પ્રમુખ, ૧ ટર્મ ભાજપના વોર્ડ મહામંત્રી તરીકે જવાબદારીનું વહન કરેલ છે. જય અંબે ગરબી મંડળના પ્રમુખ, બાલવીમા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલ છે. (મો.૯૧૭૩૧ ૦૩૩૯૦)

 

(11:49 am IST)