Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

દિનુભાઇ સોલંકીનો આજે જન્મ દિવસ

કોડીનાર તા. ૯ :.. કોડીનારના ભાજપના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ અગ્રણી દિનુભાઇ સોલંકીનો આજે જન્મદિન છે.

તા. ૯-ર-૧૯પ૭ ના રોજ કોડીનારમાં જન્મ લેનાર દિનુભાઇ સોલંકીનાં પિતાનું નામ બોઘાભાઇ સોલંકી અને માતાજીનું નામ એજુબેન સોલંકી છે. દિનુભાઇના પત્નિનું નામ શાન્તાબેન છે. જયારે કિરણબેન, રશ્મીબેન, શીલાબેન, જશપાલસિંહ અને ભગીરથસિંહ સોલંકી, દિનુભાઇ સોલંકીના સંતાનો છે.

દિનુભઇ સોલંકી ર૦૦૧ માં જીવન જયોત વિકલાંગ સેવા ટ્રસ્ટનાં પ્રમુખ, સોમનાથ કેળવણી મંડળનાં ચેરમેન, ર૦૦૩ માં કારડીયા રજપૂત સમાજના પ્રમુખની સામાજિક સેવા ઉપરાંત ૧૯૮૧ થી ૧૯૮૬ તાલુકા પંચાયતના સભ્ય, ૧૯૮૭ થી ૧૯૯પ સુધી નગરપાલીકાના સભ્ય ર૦૦૧ થી ર૦૦૩ સુધી કોડીનાર નગરપાલીકા પ્રમુખ ૧૯૯૯ થી ર૦૦ર સુધી બીલેશ્વર ખાંડ ઉદ્યોગના ચેરમેન તરીકેની સેવા બજાવનાર દિનુભાઇ સોલંકી ૧૯૯૮ થી સતત ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય અને સાંસદની ચૂંટણીમાં જૂનાગઢ કોડીનાર મત વિસ્તારમાં સાંસદ તરીકે દિનુભાઇ સોલંકીએ તેમની સેવાનો ફલક કોડીનાર તાલુકામાંથી વિસ્તારી જીલ્લા સ્તરે પહોંચાડયો હતો.

બી. એ. સુધીના અભ્યાસુ વ્યવસાયે ખેતીકાર દિનુભાઇ સોલંકીએ પોતાનાં વતન અને વિધાનસભા મત વિસ્તાર કોડીનારનાં વિકાસમાં જરાપણ કચાશ રાખી નથી, કરોડો રૂપિયાનાં પ્રજાલક્ષી કામોમાં દિનુભાઇ સોલંકીની ૧૧ ઉપલબ્ધીઓએ કોડીનારને સોનાનો મુલક બનાવી દીધો છે.

જેમાં શિંગોળા - રોણાજ યોજના, આલીદર - સિંધાજ ગામે ૬૬ કે. વી. સબ સ્ટેશન તાલુકાભરમાં નેશનલ હાઇવેનું નિર્માણ, મુળદ્વારકા આરામગૃહનું કામ, ખેતી તેમજ પીવાના પાણીની વ્યવસ્થા ધારાસભ્યની પુરેપુરી ગ્રાન્ટ વાપરવાની કોઠાસુઝ અતિવૃષ્ટીમાં કેશડોલ અને ખેતીના ધોવાણનાં રૂપિયા પણ ખેડૂતોને અપાવ્યા છે. એનડીડીબીનું દૂધભીત કેન્દ્ર, દૂધનાની સવલત, પગાદાર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ ગામડાઓમાં પ્રાથમિક શાળાઓમાં  જરૂરીયાત મુજબનાં ઓરડા, કોડીનાર નગરપાલીકા મારફત દિનુભાઇએ કરેલા પ્રજાલક્ષી કામોના વેજીટેબલ માર્કેટ પાણી પુરવઠા યોજના પ૦ વર્ષ જૂની ફીશ માર્કેટની જગ્યાએ અદ્યતન ફીશ માર્કેટનું નિર્માણ શોપીંગ સેન્ટરો અને નવા સમસાન, અદ્યતન સ્વામી વિવેકાનંદ પાર્ક, અદ્યતન રાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડીયમ પ૧૮ આવાસ યોજના પાણી પુરવઠા  યોજના, ભુગર્ભ ગટર, યોજના, સમગ્ર શહેરમાં દબાણો હટાવી રોડ પહોળા કરી ફુટપાથ બનાવી, શહેરનાં ચોકોમાં સુશોભીત લાઇટો ગોઠવી છે.

દિનુભાઇએ સાંસદકાળ દરમિયાન સોમનાથ-કોડીનાર બ્રોડગેજ લાઇન મંજૂર કરાવી કોડીનારને રેલ્વે નેટવર્ક સાથે જોડવા સરાહનીય કામગીરી કરી હતી. આ ઉપરાંત સમગ્ર તાલુકામાં નાના મોટા ચેક ડેમો બંધાવી લોકોનો પાણી પ્રશ્ન હલ કર્યો હતો. તેમજ કોડીનાર તાલુકામાં ૧ર ૬૬ કે.વી. સ્ટેશનો મંજૂર કરાવ્યા ઉપરાંત અનેક અગણીત પ્રજાલક્ષી સુવિધાઓ દિનુભાઇ સોલંકીની ભારે મહેનત અને કોઠાસુઝથી પ્રાપ્ત થઇ છે.

સતત ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય અને એક ટર્મ જુનાગઢનાં સાંસદ રહી ચુકેલા દિનુભાઇ સોલંકી હાલ સતા સ્થાને ન હોવા છતાં તેમના નેતૃત્વ હેઠળ તાલુકાની તમામ સહકારી સંસ્થાઓમાં એકચક્રી શાસન ભોગવી પ્રજાલક્ષી કાર્યો કરી 'વિકાસ પુરૂષ' નું સ્થાન ભોગવી રહ્યા છે. કોડીનાર પંથકને સુખી-સમૃધ્ધ બનાવવા દિનુભાઇ સોલંકીએ તેમનાં જન્મ-દિવસે નાઘેરને નંદનવન બનાવવા અને કોડીનાર નો સતત વિકાસ કરી અદ્યતન કોડીનારનો નિર્માણ કરવા નિર્ધાર વ્યકત કર્યો છે.

(11:31 am IST)