News of Monday, 1st January 2018

વિજ્ઞાપન જગત ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર મહારથી મહેશ નથવાણીનો આજે જન્મદિવસ

રાજકોટ, તા. ૧ : સૌરાષ્ટ્ર વિજ્ઞાપન જગતમાં સમૂળગી ક્રાંતિ લાવનાર શ્રી મહેશ નથવાણીનો આજે ૬૪મો જન્મદિવસ છે. ૧૯૮૦ અખબારી જગતમાં વિજ્ઞાપન ક્ષેત્રે પરિવર્તનનો દોર શરૂ થયો હતો. એ સમયે સપ્પી પબ્લીસીટીની સ્થાપના કરી મહેશ નથવાણીએ વિજ્ઞાપન ક્ષેત્રે ક્રાંતિના મંડાણ કર્યા હતા. સુંદર લેઆઉટ તથા નવા આઈડિયા પ્રોફેશ્નલ ડીઝાઈનો દ્વારા તાજગી ભર્યા આકર્ષક અને પરિણામલક્ષી બનાવ્યા હતા.

૧૯૮૦-૧૯૯૦ના બે દાયકા દરમિયાન વિકાસનું જે વાવાઝોડુ ફૂંકાયુ તેમાં મહેશ નથવાણી અને સપ્પી પબ્લીસીટીનું મોટુ પ્રદાન હતું અને પાયાના પથ્થર બની ગયા હતા. રાજકોટ અને અન્ય જગ્યાએથી શ્રેષ્ઠ વેપારી અને ઔદ્યોગિક પેઢીઓનું જે તે સમયે વિશાળ કલ્ચરો ધરાવ્યા હતા. મહેશ નથવાણીમાંથી પ્રેરણા મેળવી અનેક નવી વિજ્ઞાપન એજન્સીઓએ આ ક્ષેત્ર આટલુ વિશાળ બાળક અને બસ્તા બન્યુ હતું. તેમાં પાયાના પથ્થર બની ગયા હતા. પાયાના પથ્થરના પ્રણેતા તરીકે મહેશ નથવાણી તથા સપ્પી પબ્લીસીટીનું પ્રદાન રહેશે. આ ક્ષેત્રે સફળતાના સર્વોચ્ચ શિખરો સર કર્યા બાદ છેલ્લા બે દાયકાથી મહેશ નથવાણી નિવૃતમયીનો આસ્વાદ મેળવી રહ્યા છે.

મહેશ નથવાણીના પિતાશ્રી હરજીવનભાઈ મંગળજીભાઈ નથવાણી અત્યંત ધાર્મિક પ્રકૃતિ ધરાવતા પૂજય બાપુશ્રી રણછોડદાસજી મહારાજના આજીવન સેવક હતા. મહેશભાઈએ પોતાના જન્મદિવસે તેમના પત્નિ રેખાબેન ઉર્ફે રૂપાબેન અને જયેષ્ઠ પુત્ર જતીન, રઘુરાજ અને પુત્રવધુ સ્વાતિ અને લાડકવાયો પૌત્ર ''ઓમ'' સાથોસાથ નાઈરોબી ખાતે પરણાવેલી લાકડી પુત્રી શૈલા ઉર્ફે ''સોની'' યોગાનુયોગ રાજકોટમાં જ હાજર હોવાથી દરેક પ્રસંગો આનંદનો આસ્વાદ અનુભવ્યો હતો અને ખૂબ જ સારી એવી પ્રેરણારૂપી આકર્ષક ભેટ પણ આપી હતી. ત્યારબાદ સંપૂર્ણ પરિવારે પૂ. શ્રી રણછોડદાસજી બાપુ કુવાડવા રોડ સ્થિત આશ્રમે તથા પોપટપરા સ્થિત ''રામજી મંદિરે'' જઈને આર્શીવાદ મેળવ્યા હતા અને ગરીબોમાં તથા અન્ય વૃદ્ધ આશ્રમોમાં ફળફળાદી તથા મીઠાઇઓનું તેમના જયેષ્ઠ પુત્ર જતીન તથા પુત્રવધુ સ્વાતિ અને પૌત્ર ઓમ હસ્તે મીઠાઈઓનું વિતરણ કરેલ હતું ત્યારબાદ મહેશ નથવાણીએ તેમના પુત્ર જતીન અને ઓમને સાથે રાખીને કુટુંબના વડીલોના આર્શીવાદ મેળવવા પહોંચી ગયા હતા. મહેશ નથવાણીના જન્મદિન અવસરે દેશ-વિદેશના મિત્રો, સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અખબારી જગતના અગ્રણીઓ તથા મોભીઓ તથા નાઈરોબી ખાતે સ્થિત અને રાજકોટ ખાતે સ્થિત વેવાઈ વેલાઓ, શુભેચ્છકોએ તેમના મો. નં. ૯૮૯૮૫ ૫૦૫૦૯ ઉપર શુભેચ્છાઓની વર્ષાનો ધોધ ચાલુ જ છે.

છેલ્લા બે દાયકામાં નિવૃતિ અવસ્થામાં માણતા મહેશ નથવાણી તેમના પત્નિ, બંને પુત્રો તથા પુત્રવધુ સ્વાતિ અને પૌત્ર ઓમ સાથે હર્યાભર્યા કુટુંબ સાથે પૂ. શ્રી રણછોડદાસજી મહારાજ તથા પૂ. શ્રી હરિચરણદાસજી બાપુની સફળ ભકિત સાથે માનવ સેવા પ્રવૃતિમાં નિજાનંદ માણતા મહેશ નથવાણીને લાખ - લાખ શુભેચ્છા...(૩૭.૩)

(11:48 am IST)
  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST