Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રસીકભાઈ વોરાનો આજે જન્મદિવસ : ૯૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : શ્રી રસીકભાઈ જમનાદાસ વોરા જન્મ તા.૩૦-૧૨-૧૯૨૪નો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૯૩ વર્ષ પૂર્ણ કરી ૯૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ માહિતી ખાતામાંથી શરૂઆત કરેલ. વોટસન મ્યુઝીયમ તથા છેલ્લે પુરાતત્વ ખાતામાં ૩૪ વર્ષ નિષ્ઠાપૂર્ણ નોકરી કરી હતી. તેમના પરિવારમાં ૧ પુત્રી અને ૪ પુત્રો છે. પુત્ર પિયુષ આર. વોરા જે સીટીઝન બેંકમાં સર્વિસ કરે છે. બીજા ત્રણ પુત્રો બેંક તથા રીટાયર્ડ થયેલ છે. તેઓ કાઠીયાવાડ બાલાશ્રમ તથા મોઢ વણીક સંસ્થામાં સેવા આપેલ હતી. તેઓ કોંગ્રેસમાં ખૂબ સેવા કરેલ. રસીકભાઈને જન્મદિને તેઓના ભાઈ વસંતભાઈ વોરા તથા પરીવારજનો તેમજ મિત્ર વર્તુળ તરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે. ફોન - ૦૨૮૧ - ૨૪૭૮૬૬૬ મો. ૯૭૨૩૧ ૩૦૯૧૪.

(11:24 am IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST