Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

વેરાવળના પત્રકાર દિપકભાઈ કક્કડનો કાલે જન્મદિનઃ ૫૩માં વર્ષમાં પ્રવેશ

વેરાવળ, તા. ૩૦ :. સોમનાથ, સુત્રાપાડા, વેરાવળ તેમજ ગીર સોમનાથના 'અકિલા'ના પત્રકાર દીપકભાઈ કક્કડનો આવતીકાલે જન્મદિન છે. તેઓએ ૫૩માં વર્ષમાં પ્રવેશ કરશે. સમાચાર પત્રો અને એડવર્ટાઈઝીંગ એજન્સી સંચાલક દીપકભાઈ કક્કડ સ્વ. પિતાશ્રી વૃજલાલભાઈ કક્કડ અને માતા ગં.સ્વ. દમયંતીબેનના આશિર્વાદથી ચાર દસકાનું વર્તમાન પત્રોની દુનિયામાં ખેડાણ કરી પ્રગતિના ઘેઘુર વડલા જેવું પ્રેરક સામ્રાજ્ય વિસ્તાર્યુ છે. તેમજ લોકપ્રશ્નો તેમની કલમથી વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ કરી અગ્રેસર રહેલ છે. દીપકભાઈએ સ્વયં સેવા રમત-ગમત, મનોરંજન અને ધર્મમય કાર્યક્રમોમાં જોડાઈ પોતાનું યોગદાન આપેલ છે.

દીપકભાઈએ ૨૦૧૧માં સુપ્રસિદ્ધ સંત શ્રી મોરારીબાપુની સોમનાથ ખાતે પત્રકારો દ્વારા આયોજીત રામકથા તેમજ ૨૦૧૬માં પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના કોેડીનાર ખાતે યોજાયેલ સત્સંગ કાર્યક્રમમાં મુખ્ય સેવા આપેલ હતી. તેમજ તાજેતરમાં સ્મોલ એન્ડ મીડીયમ ન્યુઝ પેપર્સ ઓફ ઈન્ડીયાનું સોમનાથમાં અધિવેશન મળેલ. તેમા કન્વીનર તરીકે સેવા બજાવેલ તેમજ અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગીર સોમનાથના પ્રભારી તરીકે ફરજ બજાવે છે. સોમનાથમાં વિશ્વભરના પત્રકારોની સેવા માટે ભવ્ય મીડીયા સેન્ટર પ્રારંભ કરેલ તેમાં વિશ્વભરમાંથી આવતા પત્રકારો માટે સોમનાથ સાસણ, દીવ રહેવા ભોજન યાત્રાની તમામ વ્યવસ્થાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે.

સેવાકીય, સામાજીક, સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ મોટું પ્રદાન છે અને અન્ય કાર્યક્રમોમાં શ્રી જલ્યાણ ગ્રુપ ગીર સોમનાથના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે તેમજ ડી.કે. ગ્રુપ વેરાવળ સોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લાના ઉભરતા નવોદીત ગાયક કલાકાર ભાઈઓ-બહેનોને પ્લેટફોર્મ પુરૂ પાડતી સિદ્ધિ વોઈસ ઓફ યંગ સીંગર તેમજ નાના બાળકો માટેની અનેક સ્પર્ધાઓ યોજી નવા કલાકારોને આગળ લાવવા ખંતથી મહેનત કરવા કાર્યરત રહેતા હોય છે. તેમજ જન્માષ્ટમી-દશેરામાં રાહત દરે ફરસાણ, મીઠાઈ વિતરણ દીવાળીમાં ફટાકડા મકરસંક્રાંતિમાં સોમનાથમાં પતંગ મહોત્સવ યોજે છે.

શ્રી જલ્યાણ ગ્રુપ ગીર સોમનાથ દ્વારા નવરાત્રી જલ્યાણ મહોત્સવ, સમુહ જનોઈ, સમુહલગ્ન, જલારામ જયંતિ, વિરદાદા જશરાજ શૌર્યદીન, જલારામબાપાની પૂણ્યતિથિ, ૧૦૮ રાંદલના લોટા, વિનામૂલ્યે થેલેસેમીયા માહિતી કેન્દ્ર, જળસંચય અભિયાન તેમજ માં બાપને ભૂલશો નહિ, દીકરી વ્હાલનો દરીયો કાર્યક્રમના પ્રસાર પ્રચારમાં અગ્રેસર રહી પ્રેરક સમાજ સેવા કરતા રહે છે. દીપકભાઈ કક્કડના મો. ૯૪૨૭૩ ૮૮૧૨૨ અને મો. ૯૮૨૪૨ ૯૮૩૩૬ ઉપર આજથી જ શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(11:23 am IST)
  • બિહારના સમસ્તીપુર શહેરના ગોલા રોડ પરની યુકો બેન્કમાંથી ૮ સશસ્ત્ર લૂંટારૂઓએ 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છુટ્યા : પોલીસે ઘટના સ્થળે પહુચીને તપાસ શરુ કરી : તમામ લૂંટારૂઓ સવારે 10-15 વાગ્યે બાઈક પર બેંકમાં પહોચ્યા હતા. access_time 3:51 pm IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST