Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર-પત્રકાર મંડળના ઉપપ્રમુખ અને જામનગર જિલ્લાના અકિલાના બ્યુરો ચીફ મુકુન્દ બદિયાણીનો કાલે જન્મદિનઃ ૫૪માં વર્ષમાં પ્રવેશશે

રાજકોટ, તા. ૨૩ :. અકિલા દૈનિકના જામનગર જિલ્લાના બ્યુરો ચીફ અગ્રણી પત્રકાર શ્રી મુકુન્દ બદિયાણીનો આવતીકાલે જન્મદિન છે. આવતીકાલે મુકુંદભાઈ ૫૪માં વર્ષમાં પ્રવેશ કરશે.

તા. ૨૪-૧૨-૧૯૬૪ના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે જન્મેલા મુકુન્દભાઈએ એસ.વાય.બી.એ. સુધીનો અભ્યાસ અને રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશનનો આઈ.ટી.આઈ. જામનગર ખાતે કોર્ષ કરી એક વર્ષ માટે દિગ્જામ વુલન મીલમાં કંપની એપ્રેન્ટીશ તરીકે ફરજ બજાવેલ અને ૧૯૯૫થી તેઓ અખબારી જગત સાથે જોડાયેલા છે.

તેઓ છેલ્લા ૨૭ વર્ષથી જ્યોતિષશાસ્ત્ર-એસ્ટ્રોલોજીમાં સતત સંશોધન-અભ્યાસ કરી આજે આ ક્ષેત્રમાં ઓથોરીટી ગણાય છે. તેઓએ ઈન્ટરનેશનલ એસ્ટ્રોલોજી એકેડમી દ્વારા ગોલ્ડ મેડલ તેમજ ઓલ ઈન્ડીયા એસ્ટ્રોલોજી સંસ્થા દ્વારા શિલ્ડ, જ્યોતીષ પંડીત, જ્યોતીષ ભુષણ, જ્યોતીષ અલંકાર, જ્યોતીષ રત્ન જેવા અનેક એવોર્ડો અને સન્માન મેળવેલ છે. કેન્યાના ઉપરાષ્ટ્રપતિ સહિત દેશ-વિદેશના અનેક મહાનુભાવોએ મુકુન્દભાઈ પાસે પોતાની જન્મકુંડળી જોવડાવી જ્યોતીષનું સચોટ માર્ગદર્શન મેળવ્યું છે. તેઓ પોતાના શોખ માટે જ જ્યોતિષશાસ્ત્ર-એસ્ટ્રોલોજી તરફ વળ્યા હતા અને આજે પણ એસ્ટ્રોલોજી માત્ર શોખથી જ અપનાવેલ છે, વ્યવસાયીકરણથી મુકુન્દભાઈ દૂર રહ્યા છે. દેશના પ્રથમ હરોળના એસ્ટ્રોલોજર્સમાં આજે તેમનું નામ મોખરે છે.

એસ્ટ્રોલોજી ઉપરાંત મુકુંદભાઈનો રામચરિત માનસ ઉપરનો અભ્યાસ-મનન અનન્ય છે પૂ. મોરારીબાપુ પ્રત્યે વર્ષોથી ગુરૂતૂલ્ય અપાર લગાવ છે. શ્રી બદિયાણી જામનગર ગ્રેન મર્ચન્ટ એસો. જામનગર શેર હોલ્ડર એસો. જામનગર એસ્ટ્રોનેચર જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. છેલ્લા ચાર દાયકાથી સંઘ અને ભાજપ સાથે સક્રિય સભ્યના નાતે સતત જોડાયેલ છે અને જામનગર પત્રકાર મંડળમાં ઉપપ્રમુખનો હોદો ધરાવે છે. તેઓ ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૭થી જામનગર જિલ્લાના અકિલાના બ્યુરો ચીફ તરીકે સેવાઓ આપી રહ્યા છે.

તેઓના મોબાઈલ નંબર ૯૮૭૯૮ ૦૫૬૦૦ ઉપર તથા વ્હોટસએપ, ફેઈસ બુક (mukundraibadiani) સહિત સોશ્યલ મિડીયા ઉપર મિત્રો-સ્નેહીઓ તરફથી આજે  જન્મદિનની પૂર્વ સંધ્યાથી જ શુભેચ્છા ધોધ વરસી રહ્યો છે.(૨-૬)

(11:30 am IST)
  • મુંબઈના મરોલ વિસ્તારની મૈમુલ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ કુટુંબના ચાર લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે access_time 9:07 am IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST