Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કુરેશ જમાત સદરના પ્રમુખ હબીબભાઇ કટારીયાનો આજે જન્‍મદિન

રાજકોટઃ શહેર કોંગ્રેસના મંત્રી, કુરેશ જમાત સદરના પ્રમુખ અને સદર જુમ્‍મા મસ્‍જીદ આમ સુન્ની મુસ્‍લીમ કમીટીના ઉપપ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયાનો આજે જન્‍મદિવસ છે.

બે વર્ષ પહેલા હબીબભાઇને હાર્ટએટેક અને પછી બ્રેઇન સ્‍ટોક થતા બબ્‍બે વખત હોસ્‍પિટલમાં એડમીટ થતા હિન્‍દુ-મુસ્‍લીમ સમાજના ભાઇ-બહેનોએ તંૅદુરસ્‍તી માટે શુભેચ્‍છા પાઠવી હતી. તેઓ તેમના પિતા મર્હુમ ગનીબાપુ કટારીયાના નકશે કદમ ચાલી રહયા છે.

તેઓના જન્‍મદિન નિમિતે હિન્‍દુ-મુસ્‍લીમ અગ્રણીઓ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી, પૂર્વ શ્રમ મંત્રી શ્રી મનસુખભાઇ જોશી, ૬૮ના ઉમેદવાર શ્રી ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂ, ૬૯ના ઉમેદવાર શ્રી મનસુખભાઇ કાલરીયા, ૭૦ના ઉમેદવાર હિતેષભાઇ વોરા, ૭૧ના ઉમેદવાર સુરેશભાઇ બથવાર, એડવોકેટ હાજી હુસેનભાઇ શમા, શિક્ષણ સમિતિ સદસ્‍ય ફારૂક બાવાણી, એડવોકેટ જીજ્ઞેશભાઇ જોશી, મીડીયા સેલ કોંગ્રેસ કૃષ્‍ણદત રાવલ, ભીલ સમાજના અગ્રણી વાસંતીબેન સોલંકી, મીડીયા સેલ યુસુફભાઇ સોપારીવાલા, મુસ્‍લીમ અગ્રણી અશરફભાઇ ડોસાણી, મેમણ ફેડરેશનના અગ્રણી હાજી અહમદભાઇ જીંદાણી, મેમણ સમાજ અગ્રણી અનવરભાઇ કચ્‍છી, સોની સમાજના અગ્રણી સંજયભાઇ પાટડીયા, દેવીપુજક સમાજના અગ્રણી નરેશભાઇ મકવાણાએ શુભેચ્‍છાઓ પાઠવી છે. મો. ૯૮૨૪૪ ૧૬૦૬૯

(4:11 pm IST)