Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ન્‍યુઝ ૧૮ ગુજરાતીના અંકિત પોપટ અને પુત્રી રૂદ્રી નો જન્‍મ દિવસ

રાજકોટ તા.૧: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર ભરમાં છેલ્લા ૮ વર્ષથી પત્રકારત્‍વ ક્ષેત્રે કાર્યરત અંકિત પોપટનો આજે જન્‍મ દિવસ છે.  અંકિતે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાંથી માસ્‍ટર ઈન માસ કોમ્‍યુનિકેશનની પદવી મેળવી છે. હાલ સ્‍પેશિયલ કોરસપોન્‍ડન્‍ટ તરીકે હાલ ફરજ બજાવી રહેલા અંકિતને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાથે દિલ્‍હી પીએમઓ ખાતે તેમની મુલાકાત કરવાનો પણ મોકો મળ્‍યો છે. સાથે અનેક રાજ્‍યના મુખ્‍ય પ્રધાન સહિતના નેતાઓના ઇન્‍ટરવ્‍યુ, રિર્પોટિંગ કરવાની તક મળી છે. તાજેતરમાં તેમણે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાનો એક્‍સલુઝીવ ઇન્‍ટરવ્‍યુ કર્યો હતો. પિતા અંકિત અને પુત્રી રૂદ્રીનો જન્‍મદિવસ પહેલી અને બીજી ડિસેમ્‍બરના રોજ હોવાથી પોપટ પરિવારને સતત બે દિવસ સુધી મિત્ર વર્તુળ, રાજકીય અગ્રણીઓ, બ્‍યુરોક્રેટ્‍સ, જુદા જુદા વિભાગના અધિકારીગણ દ્વારા (૯૦૧૬૦ ૬૫૦૨૪) શુભેચ્‍છા મળી રહી છે.

(2:07 pm IST)