Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

સાવરકુંડલાના ‘‘અકિલા'' ના પત્રકાર અને પત્રકાર સંઘના પ્રમુખ ઇકબાલભાઇ ગોરીનો જન્‍મદિવસ

સાવરકુંડલા તા.૨:  સાવરકુંડલાના ૅઅકિલૉના પત્રકાર અને પત્રકાર સંઘના પ્રમુખ ઈકબાલભાઈ ગોરીનો આજે જન્‍મ દિવસ છે. તેઓનુ ૫૨ મુ વષૅ શરૂ થયું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના મહામંત્રીનું મોભાભર્યું સ્‍થાન ધરાવે છે. ગુલીસ્‍તાન એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન, સાવરકુંડલા મુસ્‍લિમ સમાજના પૂર્વ પ્રમુખ, અમરેલી જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી તથા અમરેલી જિલ્લા કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના પૂર્વ ચેરમેન તરીકે પણ ખૂબ સફળતાપૂર્વક ફરજ બજાવેલી છે. આમ અનેક સામાજિક અને રાજકીય સેવાઓમાં હમેશાં અગ્રેસર રહેતાં ઈકબાલ ગોરીનો એક જ જીવનમંત્ર છે.  પોતાના આદર્શો અને સિધ્‍ધાંતોથી કદી ન વિચલિત થવું એવાં સંસ્‍કાર પણ પોતાના કુટુંબને આપતાં સમગ્ર સમાજ માટે એક આદર્શ સમાજસેવક તરીકેનો પ્રેરણાષાોત સમાન છાપ ધરાવતા ઈકબાલ ગોરી ખરેખર એક વખત મળવા જેવુ વ્‍યક્‍તિત્‍વ તો અવશ્‍ય ગણાય.  રાજકોટથી પ્રસિધ્‍ધ થતા સાંધ્‍ય દૈનિક ૅ અકિલૉ ના  તેઓ રીપોર્ટર અને અખબાર વિતરક પણ છે. જન્‍મદિવસ નિમિત્તે (મો.નં. ૯૮૨૪૮૩૩૪૬૦) પર  અભિનંદન વર્ષા થઈ રહી છે.

(1:01 pm IST)