Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

રાજકોટ વોર્ડ નં. ૯ના ભાજપના કોર્પોરેટર, આરોગ્‍ય સમિતિના વાઇસ ચેરમેન અને લોહાણા સમાજના અગ્રણી દક્ષાબેન વસાણીનો જન્‍મદિન

 આટકોટ, તા.૨ : રાજકોટ શહેર વોર્ડ નં. ૯ના ભાજપના કોર્પોરેટર, કોર્પોરેશનમાં આરોગ્‍ય સમિતિના વાઇસ ચેરમેન તરીકે ઉત્તમ કામગીરી કરનાર અને લોહાણા સમાજના અગ્રણી મહિલા દક્ષાબેન વસાણીનો આજે જન્‍મદિવસ છે.

 મૂળ જેતપુરના અને વર્ષોથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર દક્ષાબેન વસાણી કાયમ કહેતા હોય છે કે જન્‍મભૂમિને કયારેય આપણે ન ભુલીએ પણ કર્મભૂમિ નું ઋણ હમેશા ચૂકવવું પડે છે.

 લોકોને મદદ કરવામાં હંમેશા તત્‍પર રહી તેમના વોર્ડના કે બીજા લોકો માટે હંમેશા મલકતા મોઢે દોડાદોડી કરી લોકોની સેવાનું સદાવ્રત બનાવી માનવસેવા એ જ પ્રભુ સેવા ના મંત્રને ખરા અર્થમાં દક્ષાબેન સાર્થક કરી રહ્યા છે.પ્રમાણિક અને ખુલ્લા દિલના દક્ષાબેન વસાણી કોઈ જાતની અપેક્ષા વગર લોકોની સતત સેવા કરતા રહે છે તેઓ બેટી બચાવો અને બેટી પઢાવો ક્ષેત્રે જબરુ યોગદાન આપી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે દક્ષાબેન વસાણી અગાઉ વોર્ડ નંબર નવ ના મહિલા મોરચાના પ્રમુખ ત્‍યારબાદ શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે ગત ચૂંટણીમાં વોર્ડ નં. ૯ માં તેઓ  ખૂબ જ મોટી લીડ થી ચૂંટાઈ આવ્‍યા છે આપણી જિંદગી છે આપણી રીતે જીવો ખુદના વિચારો મુજબ ખૂબ જ સરસ રીતે સત્‍કાર્યો કરવાની અને આનંદમય રીતે જીવન જીવવાની  શીખ આપતા દક્ષાબેનને મો.નં. ૯૪૨૬૮ ૧૭૯૨૫ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(12:01 pm IST)