Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી મનસુખભાઇ રામાણીનો કાલે જન્‍મદિન

રાજકોટ તા. ૧ :.. રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી મનસુખભાઇ રામાણી ૬૧ વર્ષ પુર્ણ કરી કાલે ૬ર માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. શ્રી રામાણી હાલમાં રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી તરીકે છેલ્લા ૩ વર્ષથી સેવા આપી રહ્યા છે. ઉપરાંત તેઓ રાજકોટ જીલ્લાના ઉપપ્રમુખ તરીકે પાંચ વર્ષ સુધી સફળતાપૂર્વક કામગીરી કરીને સંગઠનને મજબૂત બનાવેલ છે. ૧૯૯૦ થી ભાજપાના સક્રિય કાર્યકતા તરીકે જોડાઇને અનેકવિધ જવાબદારીઓ નિભાવેલ હતી. પૂર્વ જસદણ મહામંત્રી તરીકે તેઓએ અનેક વર્ષો સુધી સેવા આપી છે. જેમાં ઘેલા સોમનાથમાં ટ્રસ્‍ટી તરીકે, આટકોટ પટેલ કન્‍યા છાત્રાલયમાં ટ્રસ્‍ટી તરીકે, જસદણ સ્‍વામીનારાયણ ગુરૂકુળમાં ટ્રસ્‍ટી, જસદણ ચેમ્‍બર ઓફ કોમર્સમાં સભ્‍ય તરીકે સેવા આપીને અનેક સંસ્‍થાઓનો ખુબ જ વિકાસ કર્યો છે. સામાજીક ક્ષેત્રે તેમનું ખુબ મોટું યોગદાન રહ્યું છે. તેમના મો. ૯૯૭૯૧ ૪૪૧૪૪ છે. (

(5:07 pm IST)