Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

જસદણના પ્રાંત અધિકારી રાજેષ આલનો જન્મદિન

રાજકોટમાં કોરોના વખતે પ્રશંસનીય કામગીરી

રાજકોટ : જસદણના પ્રાંત અધિકારી તરીકે કાર્યરત નાયબ કલેકટર શ્રી રાજેષ આલનો જન્‍મ તા. ૨૯ મે ૧૯૮૪ના દિવસે થયેલ આજે યશસ્‍વી જીવનના ૪૦માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ મુળ સુરેન્‍દ્રનગરના વતની છે.

શ્રી રાજેષ આલ અગાઉ નવસારી, રાજકોટ, ગોંડલમાં મામલતદાર તરીકે તેમજ જૂનાગઢ, અમરેલીમાં નાયબ કલેકટર, ગિર સોમનાથમાં જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવી ચુકયા છે. સરકારે કોરોનાના એકદમ ઉછાળા વખતે તેમને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દર્દીઓ માટેની વ્‍યવસ્‍થાની કામગીરી સોપેલ તે તેમણે પ્રશંસનીય રીતે પાર પાડી હતી. આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષથી ભીંજાઇ રહ્યા છે. (૨૨.૧૪)

મો. ૮૭૮૦૭ ૩૩૭૦૭ જસદણ

(11:06 am IST)