Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ગોંડલનાં પત્રકાર દેવાંગ ભોજાણીનો જન્મદિન

ગોંડલ, તા.૧: ગોંડલ પંથકના સિનિયર પત્રકાર સ્વ. મહેશભાઇ ભોજાણીના પુત્ર અને ગોંડલના યુવા પત્રકાર દેવાંગ ભોજાણીનો આજે જન્મ દિવસ છે. દેવાંગ ભોજાણી ઇલેકટ્રોનિક, પ્રિન્ટ મિડિયા અને સોશ્યલ મિડિયા ક્ષેત્રે કાર્યરત છે તેઓ ૩૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. પત્રકારિત્વનો વારસાગત વ્યવસાય સંભાળી ગોંડલ પંથકના પ્રાણ પ્રશ્નોને કેમેરા અને કલમના બેવડા માધ્યમથી વાચા આપી રહ્યા છે. તેઓ ગોંડલ લોહાણા મહાજનમાં કારોબારી સદસ્ય તરીકે અને સિધ્ધિ વિનાયક ગ્રુપમાં પણ સેવા આપી રહ્યા છે તથા અનેક વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.  જન્મદિવસ નિમિતે મો.૯૭૧૨૯ ૨૨૭૧૪ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:36 am IST)