Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

નિવૃત્ત ડે. હિસાબનીશ કિશનભાઇ અઘેરાનો જન્‍મદિનઃ ૬૭માં પ્રવેશ

રાજકોટ તા. ર૧: ગાંધીનગરની ડાયરેકટર ઓફ એકાઉન્‍ટ અને ટ્રેઝરીના કર્મચારી મંડળના માજી ઉપપ્રમુખ તથા ગુજરાત કર્મચારી ઉત્‍કર્ષ મંડળના માજી પ્રમુખ તેમજ જિલ્લા તિજોરી કચેરીના સંનિષ્‍ઠ અને સેવા ભાવિ કર્મચારી હાલમાં જિલ્લા તિજોરી કચેરી રાજકોટની કચેરીના નિવૃત ડેપ્‍યુટી હિસાબનીશ કિશનભાઇ કે. અઘેરાનો આજ જન્‍મ દિવસ છે. બાલાજી એજયુકેશનના મેનેજીંગ ટ્રસ્‍ટી તથા બાલાજી કો.ઓ. હાઉસીંગ સોસાયટીના પ્રમુખ કિશનભાઇ કે. અઘેરા તેમના દિવ્‍ય જીવનના ૬૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ માનસરોવરની યાત્રા કરી ચૂકયા છે. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્‍કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા ર૬ દિવસના કેમ્‍પમાં આસામ, મેઘાલય તથા મિઝોરમ પણ ફરી આવ્‍યા છે.

(2:56 pm IST)