Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

નવાગઢઃ જુની પેઢીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યમલભાઇ વ્યાસનો જન્મ દિવસ

નવાગઢ તા. ૧૯ :.. કંઇક અલગ કરવાની ચાહનાને આગવી ઓળખ ધરાવતા અમદાવાદના જૂની પેઢીના સી.એ. યમલભાઇ વ્યાસનો આજે જન્મ દિવસ છે.

મેન ઓફ ધ સિઝન તરીકે તેમના નજીક ના મીત્રો જેમને ઓળખે છે. તેવા યમલભાઇ ૧૯૭૪ ના ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. તે ગુજરાત રાજયના નાણાપંચમાં ભુતકાળમાં અનેરી સેવાઓ બજાવી ચૂકયા છે. અમદાવાદ ચાર્ટડ એકાઉન્ટ એસો. ના પ્રમુખ તરીકે પોતાના બહોળા અનુભવનો પ્રકાશ  પાથરી ચુકેલા યમલભાઇ પરીણામ લક્ષી કાર્યો કરી ધ્યેય સિધ્ધી તરફ આગળ વધવામાં માહીર છે.

સફળતમ જીવનના અમુલ્ય જન્મ દિનની તેમના મો. નં. ૯૮રપ૩ ૧૧૭૭૭ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(12:45 pm IST)