Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જાહેર જીવનનાં માનવંતા 'મોભી' યમલ વ્યાસને હેપ્પી બર્થ ડે

રાજકોટ તા. ૧૯: સમગ્ર ગુજરાતમાં નામના ધરાવતા અમદાવાદના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને જાહેર જીવનના જાણીતા શ્રેષ્ઠી શ્રી યમલ વ્યાસ આજે ૧૯ સપ્ટેમ્બરે યશસ્વી જીવનના ૬૩માં વર્ષમાં પ્રવેશતા તેમના પર શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેઓ વર્ષોથી ભાજપના રંગે રંગાયેલા છે. પ્રદેશ ભાજપ મીડિયા સેલના સંયોજક અને ત્રીજા નાણા પંચના પૂર્ણકાલીન સભ્ય તરીકે તેમની કામગીરી યશસ્વી રહી છે. રાજકારણ, શેર બજાર, સમાજ જીવન વગેરેના પ્રભાવક લેખક અને વકતા છે. તેમણે અનેક વખત ટીવી ચેનલોની લાઇવ ચર્ચામાં પોતાના વ્યકિતત્વની વિશેષતાઓ સિધ્ધ કરી છે. મો. ૯૮રપ૩ ૧૧૭૭૭ અમદાવાદ

(11:30 am IST)