વિવિધ વિભાગ
News of Monday, 9th November 2020

આજના શુભ દિવસે - 733

સંયુકત કુટુંબમાં દાદા-દાદી સાથે બધા રહે છે. સૌ સૌની રીતે વ્યસ્ત છે. નવરા હોય તો એજ-દાદા અને દાદી

એક વખત દાદા-દાદીને ચર્ચા થઇ અને દાદીને લગ્નજીવનના ૬પ વર્ષ થયા હતા અને ખોટું લાગું દાદીએ દાદા સાથે બોલવાનું બંધ કરી દીધું. ત્રણ દિવસ ચાલ્યા ગયા. કોઇ નોંધ પણ લેતું નથી. અહી દાદા સાવ એકલા પડી ગયા છે અને દાદી સાથે કેવી રીતે સમાધાન કરવું એ માટે બહાર ઓટા પર બેઠા બેઠા વિચાર કરે છે.

અને દાદા એકાએક ઝડપથી ઉભા થઇ ગયા અને ગયા રસોડામાં ! માંડ પર ૮-૧૦ થાળી અને ૧૦-૧પ વાટકા પડયા હતા-એ બધાને ધકકો મારીને નીચે પાડી દીધા અને વાસણ પડવાના અવાજથી આખું ઘર હચમચી ઉઠયું અને...

દાદી ગુસ્સામાં રસોડામાં આવ્યા અને દાદાને કહેઃ 'શું કરો છો તમે રસોડામાં ?'

દાદા તો ખુશીના માર્યા નાચવા માંડયા...

એ દાદી મારી સાથે બોલી ગયા !

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:58 am IST)