વિવિધ વિભાગ
News of Thursday, 15th October 2020

આજના શુભ દિવસે - 714

નવી પેઢીની એક વ્યકિત ભાગ્યાના જોરે ખૂબ પૈસા કમાય છે. અને તેને કારણે અભિમાન તો આવે જ !

એકવાર પોતાના ૭ વર્ષના બાળકને ગામની બહાર મોટરમાં ફરવા લઇ જાય છે. મોટી નદી બન્ને કાંઠા છલો છલ ભરી છે. આખા વિસ્તારમાં ખૂબ જ ઝાડપાન છે.-જાણે જંગલ જોઇ લો ! આજુબાજુ ઘણા કુતરા રખડે છે. જૂના સમયનો એક ખંડેર જેવો મોટો મહેલ છે.-જેમાં એક સમયના મહારાજા રહે છે.

બાળકને લઇને ઘરે આવીને  તેના  પપ્પા પૂછે  છે કે 'બેટા, કેવું લાગ્યું બધું ?'

બાળક કહે છે કે આપણે ત્યાં તો કેટલો નાનો સ્વીમીંગ પુલ છે-ત્યાં તો સાગર જેવો પૂલ હતો. આપણા ફળિયામાં તો માંડ ૧૦૦-૧પ૦ ઝાડ છે. જયારે ત્યાં તો હજારો હતા આપણે તો ફકત એક જ કૂતરો છે-ત્યાં તો કેટલા બધા હતા.!

હે પપ્પા, આપણે કેટલા બધા ગરીબ છીએ !

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:15 am IST)