આજના શુભ દિવસે - 708
ગાંડાની હોસ્પિટલમાં એક સ્ત્રી આવે છે અને નર્સને પૂછે છેઃ 'મારો પતિ અહીં આવ્યો છે ? તે ચાર-પાંચ કલાકથી શાક લેવા ગયા છે અને હજું આવ્યા નથી- એટલે મારૃં મગજ ભમી ગયું છે'
નર્સ દોડતી દોડતી ડોકટરની ઓફીસમાં જાય છે અને પૂછે છેઃ 'અહી કોઇ છેલ્લા બે-ત્રણ કલાકમાં દાખલ થયું છે?'
ડોકટર જવાબ આપે છે કે જે પૂછવા આવ્યું છે તેમને મારી પાસે મોકલો, પેલી સ્ત્રીને અંદર બોલાવી લાવે છે. ડોકટર તેમને પૂછે છે કે તમારા વર ગાંડા હતા ?
સ્ત્રી જવાબ આપે છે.: 'આમ તો અમે પાંચેક વર્ષથી સાથે રહીએ છીએ અને મને કયારેય એવું લાગ્યું નથી!' 'તો પછી અહીં કેમ આવ્યા છો ?'
'મારી બા મનેનાનપણથી બહુ ખીજાતા અને કહેતા કે તને કોઇ ગાંડો જ પરણશે, એટલે હું અહીં પૂછવા આવી છું!'
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧