વિવિધ વિભાગ
News of Thursday, 3rd September 2020

આજના શુભ દિવસે - 682

શહેરમાં કે ગામડામાં તમને બીબાઢાળ માનવો ઘણા મળે છે. તેમની સાથે બે મિનિટ વાત કરશો ત્યાં કંટાળી જશો, પણ કેટલાંક માનવો બીબાંઢાળ હોતા નથી અનોખા હોય છે. તેમનામાં વ્યકિતત્વ હોય છે. આવું નિરાળું વ્યકિતત્વ ધરાવતા માનવ આપણને મીઠા લાગે છે. તેની વાત સાંભળવી ગમે છે. તે જગતને પ્યારા લાગે છે.  જો જગતને પ્યારા બનવું હોય તો વ્યકિતત્વ વિકસાવો નહિંતર કંટાળાજનક બની જશે. જયારે આપણે આપણું સ્વતંત્ર વ્યકિતત્વ વિકસાવીએ છીએ ત્યારે લાંબી દૃષ્ટિથી જોઇ શકીએ છીએ ભાવિની ઝાંખી કરી શકીએ છીએ, નિરાળું વ્યકિતત્વ એટલે નિરાળી દૃષ્ટિ અને નિરાળી દૃષ્ટિ એટલે ચેતનામય જીવન. -ચાર્વાક સૂત્ર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:46 am IST)